મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું


SHARE









મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું

મોરબી જિલ્લાના આંગણવાડીના બહેનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજીને સૂત્રોચાર કરવામાં આવ્યા હતા અને તેઓની માંગણીઓને ધ્યાને લેવામાં આવતી નથી જેથી ત્રણ દિવસની હડતાલનું એલાન કર્યું છે અને હાલમાં કલેક્ટરને 19 પડતર માંગણીઓ સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને હવે જો તેઓની માંગણીને ધ્યાને લઈને સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી બહેનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

આંગણવાડીમાં કામ કરતા બહેનો છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં આંદોલન કરીને તેઓને પૂરતો પગાર આપવામાં આવે અને જરૂરી સુવિધાઓ આપવામાં આવે તેની માંગણીઓ કરવામાં આવે છે તેમ છતાં પણ તેઓની માંગને રાજ્ય સરકાર દ્વારા ધ્યાને લેવામાં આવતી નથી ત્યારે બુધવારે મોરબી જિલ્લાના કલેક્ટરને બહેનો દ્વારા આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યુ છે કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ બહેનોને પગાર આપવામાં આવે, ડિજિટલ કામગીરી કરવા માટે બહેનોને સારી કંપનીના મોબાઈલ ફોન આપવામાં આવે તે સહિત કુલ મળીને 19 માંગણીઓ કરવામાં આવેલ છે અને હાલમાં મોરબી, ટંકારા, વાંકાનેર અને માળીયા તાલુકાની બહેનો દ્વારા ત્રણ દિવસ કામ બંધ કરીને હડતાલ કરવામાં આવેલ છે. અને જો તેઓની માંગણીઓને સંતોષવામાં નહીં આવે તો આગમી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.




Latest News