મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના મિયાણી ગામ પાસે ભૂંડ પકડવા બાબતે માથાકૂટમાં તલવાર વડે હુમલો: હવે સામસામી ફરિયાદ


SHARE









હળવદના મિયાણી ગામ પાસે ભૂંડ પકડવા બાબતે માથાકૂટમાં તલવાર વડે હુમલો: હવે સામસામી ફરિયાદ

હળવદના મિયાણી ગામ પાસે ભૂંડ પકડવા બાબતે શરૂ થયેલ બોલાચાલીમાં તલવાર વડે માર મારી કરવામાં આવી હતી જેથી કરીને ઇજા પામેલા બંને પક્ષના લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાર બાદ બંને પક્ષેથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.

વાંકાનેરના આર.કે. નગર નવાપરામાં રામ મંદિર પાછળના ભાગમાં રહેતા નારણસિંધ જરનેલસિંધ બગ્ગા (23)એ હાલમાં કિર્તીનસિંધે અને બલદેવસિંધે રહે. બંને ધ્રાગધ્રા તેમજ પ્યારાસિંઘ હરમિન્દરસિંધ રહે. બંને હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદના મિયાણી ગામ પાસે ફરિયાદી તથા જશવીરસિંધ અને ગુરુમુખસિંગ ભૂંડ પકડવા માટે થઈને ગયા હતા ત્યારે આરોપી કિર્તીનસિંધે ફરિયાદી તથા સાહેદોને અમારા વિસ્તારમાં તમે કેમ ભૂંડ પકડવા માટે આવો છો તેવું કહ્યું હતું અને બોલાચાલી કરી હતી ત્યારબાદ ફરિયાદીને કપાળના ભાગે કિર્તીનસિંધે તલવાર વડે માર મારીને ઇજા કરી હતી જ્યારે જશવીરસિંધને બલદેવસિંધે કપાળના ભાગે તલવાર મારીને ઇજા કરી હતી તો ગુરુમુખસિંઘને પ્યારસિંઘે લાકડાના ધોકા વડે માર મારીને ઈજા કરી હતી અને ફરિયાદીને હરમીન્દરસિંઘએ કપાળમાં માર મારીને મુંઢ ઇજાઓ કરી હતી તેમજ ફરિયાદી અને સાહેદ જસવીરસિંઘને કપાળના ભાગે તલવાર વડે માર મારીને ઇજા કરી હતી જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

આ બનાવમાં સામાપક્ષેથી હળવદના ટીકર રોડ ઉપર આવેલ ગંગાનગરમાં રહેતા હરમીન્દરસિંઘ પ્યારસિંઘ ટાંક (27)એ જશબિરસિંધ, ગુરમુખસિંધ ચિમનસિંધ, નારણસિંધ, જગજીતસિંધ, મહેન્દ્રસિંધ, મનિન્દ્રસિંધ અને ઓમકારસિંધ રહે. બધા વાંકાનેર અને હરિસિંધ રહે. ખંભાત વાળાની સામે ફરિયાદ કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી તથા સાહેદો મિયાણી ખાતે કામ અર્થે ગયા હતા ત્યારે આરોપીઓએ ત્યાં આવીને ફરિયાદી અને સાહેદને જોગિન્દર સામે કરેલ કેસ પાછો ખેંચી લો નહીંતર જાનથી મારી નાખવા પડશે તેવી ફરિયાદી તથા સાહેદને ધમકી આપી હતી ત્યારે ફરિયાદ અને સાહેદોએ કેસ પાછો ખેંચવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદી તથા સાહેદને ગાળો આપવા લાગ્યા હતા અને ત્યારે સાહેદને ગુરમુખસિંઘને ઢીકાપાટુનો મારમાર્યો હતો ત્યારબાદ બીજી ગાડીમાં અન્ય ચાર આરોપીઓ આવ્યા હતા અને ફરિયાદી તથા સાહેદોને કેસ પાછો ખેંચવા બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ફરિયાદી અને સાહેદને ગાળો આપતા હતા જેથી ગાળો આપવાની ના પાડતા આરોપીઓએ ફરિયાદી તથા જોગીન્દ્રસિંહને ઢીકાપાટુનો મારમારીને ઇજા કરી હતી જેથી હાલમાં યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News