મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

ટંકારાના સરાયા ગામ નજીક આઇસરની પાછળ ખાનગી ટ્રાવેલ્સ બસ અથડાતાં અકસ્માત: કોઈ જાનહાનિ નહીં


SHARE





ટંકારાના સરાયા ગામ નજીક આઇસરની પાછળ ખાનગી ટ્રાવેલ્સ બસ અથડાતાં અકસ્માત: કોઈ જાનહાનિ નહીં

ટંકારાના લતીપર રોડ ઉપર આવેલ સરાયા ગામથી આગળ ખાનગી ટ્રાવેલ્સની બસ આઇસરની પાછળના ભાગે અથડાઈ હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ખાનગી ટ્રાવેલ્સની બસ થાંભલાને ટેકે અટકી રહી હોવાના કારણે મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી જોકે ટ્રક ચાલકે હાલમાં ટ્રાવેલ્સ બસના ચાલક સામે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

બનાસકાંઠાના ભાભર કમાલપુરા ઠાકોર વાસ ખાતે રહેતા નટવરજી ચાંદાજી ઠાકોર (38)હાલમાં ટ્રાવેલ્સ બસ નંબર એમપી 41 પી 5544 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ પોતાનો ટ્રક નંબર જીજે 14 એક્સ 3888 લઈને સરાયા ગામથી આગળ પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રાવેલ્સ બસના ચાલકે તેઓના આઇસરની પાછળના ભાગમાં જમણી બાજુએ બસ અથડાવી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં આઇસરની પાછળના ભાગમાં નુકસાન થયેલ છે અને અકસ્માત બાદ બસ વીજ પોલના ટેકે અટકી ગઈ હતી જેથી કરીને મોટી દુર્ઘટના થતા સહેજમાં ટળી છે જોકે હાલમાં આ બનાવ સંદર્ભે આઇસરના ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રાવેલ્સ બસના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બાઈકની ચોરી 

મોરબીના જેલ રોડ ની પાછળના ભાગમાં આવેલ લોહાણાપરા શેરી નંબર 1 માં રહેતા જીતેન્દ્રભાઈ ત્રંબકલાલ કોટક (52)એ અજાણ્ય શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, ગત તા. 14/3 ના રોજ રાત્રિના બે વાગ્યાથી લઈને ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્ય શખ્સ દ્વારા તેઓના ઘર પાસે તેમણે પોતાનું બાઈક નંબર જીજે 3 એફજી 2588 પાર્ક કરીને મૂક્યું હતું જે 35,000 ની કિંમત  બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News