મોરબીમાં યોજાયેલ સમસ્ત મોઢ બ્રાહ્મણ સમાજ બિઝનેઝ સમિટ-૨ સંપન્ન
મોરબીમાં ઉમિયા માનવ મંદિરના દાતાઓના સન્માન માટે સતશ્રીની કથાનું આયોજન
SHARE
મોરબીમાં ઉમિયા માનવ મંદિરના દાતાઓના સન્માન માટે સતશ્રીની કથાનું આયોજન
નિરાધાર વડીલો માટે ટંકારા તાલુકાનાં લજાઈ ખાતે ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં ફાઈવસ્ટાર સુવિધા ધરાવતું ૧૦૦ રૂમનું માનવ માનવ મંદિર આશરે ત્રીસ વિઘાના કેપમ્સમાં આશરે દશ કરોડથી વધુના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે
જેમાં આધુનિક સુવિધાઓથી સુસજ્જ સુંદર બગીચા સાથે, કેમ્પસમાં જ ઓર્ગેનિક શાકભાજી વડીલો માટે ઉગાડવામાં આવશે, વડીલો માટે વાંચન સામગ્રી ધરાવતું પુસ્તકાલય, બાજુમાં આવેલી ડેમમાં બોટિંગ સુવિધા,વગેરે અતિ આધુનિકતા સાથેનું માનવ મંદિર એકાવન હજારથી માંડી એક લાખ,પાંચ લાખ,સાત લાખ,અગિયાર લાખ,પંદર લાખ,પચ્ચીસ લાખ,પચાસ લાખ,એક કરોડ અને સાડા ત્રણ કરોડની ધનરાશીનું દાન આ સેવાયજ્ઞમાં અર્પણ કરેલ છે આ તમામ દાતાઓનું વિશિષ્ટ, અવિસ્મરણીય, અકલ્પનિય, અદ્દભુત રીતે સન્માન કરવા માટે પટેલ સમાજવાડી શનાળા ખાતે તા. ૩/૩/૨૨ થી ૧૧/૩/૨૨ સુધી રાત્રે ૮:૦૦ વાગ્યાથી સતશ્રી સ્વામીની રામકથાનું આયોજન કરેલ છે.
આ રામકથાને સફળ બનાવવા અને દરરોજ દાતાઓનું સતશ્રી, અન્ય મહાનુભાવો તેમજ ઉમિયાધામ ઊંઝા, સિદસરધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના દાતાઓ દ્વારા સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આ તકે રાજકીય, ધાર્મિક અને સામાજિક હસ્તીઓને કથામાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે અને હાલમાં જુદી જુદી કમિટીની રચના માટેની ઉમિયા માનવ સેવા ટ્રષ્ટના તમામ કાર્યકર્તાઓની મિટીંગ રત્નકલા ખાતે બોલાવવામાં આવી હતી
જેમાં અનેક પાટીદાર ભામાશાઓ એકાવન હજારથી અગિયાર લાખના દાનની જાહેરાત કરી હતી આ કાર્યક્રમમાં પ્રમુખ પોપટભાઈ કગથરા, ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા, મંત્રી પી.એલ.ગોઠી, ઠાકરશીભાઈ ક્લોલા વગેરેએ હોદ્દેદારોએ પ્રેરક વક્તવ્યો રજૂ કરી ઉપસ્થિત સૌમાં જોમ અને જુસ્સો ભરી દીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા કેશુભાઈ સરડવા, ચંદુભાઈ કુંડારીયાએ જહેમત ઉઠાવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.