મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના આમરણ પાસેથી ૧૧ જીવિત પાડાને કતલખાને લઈ જતી તુફાન સાથે બે શખ્સ પકડાયા, બેની શોધખોળ


SHARE











મોરબીના આમરણ પાસેથી ૧૧ જીવિત પાડાને કતલખાને લઈ જતી તુફાન સાથે બે શખ્સ પકડાયા, બેની શોધખોળ

મોરબીના આમરણ ગામ પાસે બનાવવામાં આવેલ ચેક પોસ્ટ નજીકથી તુફાન ગાડી પસાર થતી હતી ત્યારે તેને રોકીને પોલીસે ચેક કરતાં તે તુફાનમાં ૧૧ જીવિત પાડાને ખીચોખીચ દોરડાથી કૃરતાપુર્વક બાંધી ગાડીમાં લઈ જતાં હતા જેથી કરીને પોલીસે અબોલજીવને કતલખાને લઈ જતાં બચાવીને ગાડીમાં બેઠેલા બે શખ્સોને પકડીને કુલ ૨.૫૫ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને જામનગરના બે શખસોના નામ સામે આવેલ છે જેથી તેને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના આમરણ ગામ પાસે બનાવવામાં આવેલ ચેક પોસ્ટ નજીકથી પસાર થતી તુફાન ગાડી નંબર જીજે ૧૦ એક્સ ૦૩૬૬ ને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે ગાડીમાથી જીવીત ૧૧ પાડા મળી આવ્યા હતા અને વાહનમાં અબોલજીવ માટે કોઈ પ્રકારની ચારો પાણીની વ્યવસ્થા હતી નહીં અને ૧૧ પાડાને ખીચોખીચ દોરડાથી કૃરતાપુર્વક બાંધી ગાડીમાં લઈ જતાં હતા જેથી કરીને પોલીસે જીવીત ૧૧ પાડા જેની કિંમત ૫૫૦૦૦ તેમજ બે લાખની ગાડી મળીને કુલ ૨,૫૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે હાલમાં તુફાનના ડ્રાઈવર મોહમદ નકીબ અબ્દુલા કુરેશી જાતે પટણી (ઉ.૨૪) અને સલીમભાઇ હસનભાઇ કુરેશી જાતે પટણી (ઉ.૪૦) રહે. બંને ચોપડા ફળી પટણીવાડ ઢોકડ કાડો જામનગર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મકસુદ ચાકી રહે. જામનગર અને નજીર સતરભાઇ કસાઇ રહે. કાલાવાડના નાકેજામનગર વાળાના નામ સામે આવેલ છે જેથી આ ચારેય શખ્સોની સામે પશુ પ્રત્યે ઘાતકીપણા એકટ ૧૯૬૦ ની કલમ. ૧૧(૧)(ડી), (ઇ), (એફ), (એચ) મુજબ ગુનો નોંધવામાં આવેલ છે અને જે બે આરોપીને પકડવાના બાકી છે તેને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે 






Latest News