મોરબીના આમરણ પાસેથી ૧૧ જીવિત પાડાને કતલખાને લઈ જતી તુફાન સાથે બે શખ્સ પકડાયા, બેની શોધખોળ
મોરબીની મહેંન્દ્રનગર ચોકડીએ નજીવ વાતમાં બે શખ્સોએ ટ્રાવેલ્સનો મેઇન કાચા તોડી નાખ્યો
SHARE
મોરબીની મહેંન્દ્રનગર ચોકડીએ નજીવ વાતમાં બે શખ્સોએ ટ્રાવેલ્સનો મેઇન કાચા તોડી નાખ્યો
મોરબીમાં મહેંન્દ્રનગર ચોકડી પાસે રોડ ઉપરથી પસાર થતી ટ્રાવેલ્સને રોકીને બે શખ્સો દ્વારા ટ્રાવેલ્સના ડ્રાઈવરને તેના શેઠ સાથે વાત કરવા માટે કહેવામા આવ્યું હતું અને બાદમાં ગાળો આપવામાં આવી હતી અને ધોકો મારીને ટ્રાવેલ્સનો આગળનો કાચા તોડી નાખવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને બંને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે રાજસ્થાનના બાડમેર જીલ્લામાં આવતા ચૌટનમાં રહેતા ઈશરારામ ખેતારામ ગોદારા જાતે જાટ (ઉ.૨૧)એ હાલમાં યુવરાજસિહ મહાવીરસિહ રાણા અને જયદેવસિહ મહાવીરસિહ રાણા રહે. સેન્ટ મેરી સ્કુલ પાછળ રણછોડનગર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મહેંન્દ્રનગર ચોકડી પાસે રોડ ઉપર ફરીયાદી પોતાની ટ્રાવેલ્સ રજી. નં. આર.જે. ૩૯ પી.એ. ૧૭૬૭ વાળી લઈને જતા હતા ત્યારે મહેંન્દ્રનગર ચોકડી પાસે આરોપી યુવરાજસિહ મહાવીરસિહ રાણાએ ટ્રાવેલ્સ રખાવી શેઠ સાથે ફોનમા વાત કરાવા બાબતે બોલાચાલી કરી હતી અને ફરિયાદી તેમજ સાહેદને ગાળો આપી હતી તેમજ તેના ભાઈ જયદેવસિહ પાસેથી લાકડાનો ધોકો લઈ ટ્રાવેલ્સનો મેઈન કાચમા ધોકો મારી કાચ તોડી નાખી નુકશાન કરી હતી અને ફરિયાદીને બન્ને આરોપીઓએ જાન થી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને બંને શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭, ૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
અકસ્માતમાં ઇજા
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર-૩માં રહેતા કાંતીલાલ મોહનભાઈ સાણંદીયા જાતે પટેલ (ઉ.૪૭)એ સી.એન.જી. ઓટો રીક્ષા નં. જીજે ૩૬ યુ ૭૦૪૧ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીએ પોતાના હવાલા વાળી સી.એન.જી. ઓટો રીક્ષા પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી હતી અને તેના મોટર સાયકલને સામેથી રોંગ સાઈડે આવી ઠોકર મારી હતી જેથી અકસ્માત સર્જાયો હતો જેમાં ફરિયાદીને જમણા પગના ઢીંચણમાં ફેક્ચર થયું છે હાલમાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે