ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીની મહેંન્દ્રનગર ચોકડીએ નજીવ વાતમાં બે શખ્સોએ ટ્રાવેલ્સનો મેઇન કાચા તોડી નાખ્યો


SHARE







મોરબીની મહેંન્દ્રનગર ચોકડીએ નજીવ વાતમાં બે શખ્સોએ ટ્રાવેલ્સનો મેઇન કાચા તોડી નાખ્યો

મોરબીમાં મહેંન્દ્રનગર ચોકડી પાસે રોડ પરથી પસાર થતી ટ્રાવેલ્સને રોકીને બે શખ્સો દ્વારા ટ્રાવેલ્સના ડ્રાઈવરને તેના શેઠ સાથે વાત કરવા માટે કહેવામા આવ્યું હતું અને બાદમાં ગાળો આપવામાં આવી હતી અને ધોકો મારીને ટ્રાવેલ્સનો આગળનો કાચા તોડી નાખવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને બંને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે રાજસ્થાનના બાડમેર જીલ્લામાં આવતા ચૌટનમાં રહેતા ઈશરારામ ખેતારામ ગોદારા જાતે જાટ (ઉ.૨૧)એ હાલમાં યુવરાજસિહ મહાવીરસિહ રાણા અને જયદેવસિહ મહાવીરસિહ રાણા રહે. સેન્ટ મેરી સ્કુલ પાછળ રણછોડનગર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેમહેંન્દ્રનગર ચોકડી પાસે રોડ પર ફરીયાદી પોતાની ટ્રાવેલ્સ રજી. નં. આર.જે. ૩૯ પી.એ. ૧૭૬૭ વાળી લઈને જતા હતા ત્યારે મહેંન્દ્રનગર ચોકડી પાસે આરોપી યુવરાજસિહ મહાવીરસિહ રાણાએ ટ્રાવેલ્સ રખાવી શેઠ સાથે ફોનમા વાત કરાવા બાબતે બોલાચાલી કરી હતી અને ફરિયાદી તેમજ સાહેદને ગાળો આપી હતી તેમજ તેના ભાઈ જયદેવસિહ પાસેથી લાકડાનો ધોકો લઈ ટ્રાવેલ્સનો મેઈન કાચમા ધોકો મારી કાચ તોડી નાખી નુકશાન કરી હતી અને ફરિયાદીને બન્ને આરોપીઓએ જાન થી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને બંને શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ ૩૨૩૫૦૪૫૦૬(૨)૪૨૭૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર-૩માં રહેતા કાંતીલાલ મોહનભાઈ સાણંદીયા જાતે પટેલ (ઉ.૪૭)એ સી.એન.જી. ઓટો રીક્ષા નં. જીજે ૩૬ યુ ૭૦૪૧ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેઆરોપીએ પોતાના હવાલા વાળી સી.એન.જી. ઓટો રીક્ષા પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી હતી અને તેના મોટર સાયકલને સામેથી રોંગ સાઈડે આવી ઠોકર મારી હતી જેથી અકસ્માત સર્જાયો હતો જેમાં ફરિયાદીને જમણા પગના ઢીંચણમાં ફેક્ચર થયું છે હાલમાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે 






Latest News