મોરબીની મહેંન્દ્રનગર ચોકડીએ નજીવ વાતમાં બે શખ્સોએ ટ્રાવેલ્સનો મેઇન કાચા તોડી નાખ્યો
વાંકાનેરના જોધપર ખારી પાસે સર્જાયેલા અકસ્માતમાં સીએનજી રીક્ષાના ચાલકની સામે નોંધાયો ગુનો
SHARE
વાંકાનેરના જોધપર ખારી પાસે સર્જાયેલા અકસ્માતમાં સીએનજી રીક્ષાના ચાલકની સામે નોંધાયો ગુનો
વાંકાનેર તાલુકાના જોધપર ખારી પાસે સીએનજી રીક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષા ચાલક સહિત કુલ મળીને છ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી અને રિક્ષા ચાલકને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અન્ય પાંચ ઇજાગ્રસ્તોને રાજકોટ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને હાલમાં ઇજાગ્રસ્તો પૈકીનાં એકે મૃતક રિક્ષા ચાલકની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આગળની તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેરના જોધપર ખારી ગામ પાસેથી સીએનજી રીક્ષા અને ડમ્પર પસાર થતા હતા ત્યારે આગળ જઈ રહેલા ડમ્પરના પાછળના ભાગમાં રિક્ષા ચાલકે પોતાની રિક્ષા ઘૂસળી દીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં રીક્ષા ચાલક સહિત રિક્ષામાં બેઠેલા છ વ્યક્તિઓને ઈજા થઈ હતી અને તેમાં રિક્ષાચાલકને વધુ ઈજાઓ થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતું આ બનાવમાં હાલમાં રાજાવડલા ગામે રહેતા અફજલભાઇ અબ્દુલભાઇ વડાવીયા જાતે મોમીન (ઉ.૨૩) એ મૃતક રિક્ષા ચાલક ભાનુભાઇ કરમશીભાઈ ભાલીયા જાતે કોળી (ઉંમર ૫૨) રહે. ભલગામ વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ભાનુભાઇ કરમશીભાઈ ભાલીયાની સીએનજી રીક્ષા નંબર જીજે ૩ બિયું ૮૭૫૮ માં ફરિયાદી તેમજ હુસેનભાઇ અલાઉદ્દીન વડાવીયા (ઉંમર ૬૦), અબ્દુલભાઈ અલાઉદ્દીન વડાવીયા (ઉંમર ૪૮), ગોરધનભાઈ આંબાભાઈ સોલંકી (ઉંમર ૫૪) અને કાસમભાઈ ઉસ્માનભાઈ ખોરજીયા (ઉંમર ૪૦) જોધપર ખારી ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રીક્ષા આગળ જતાં ડમ્પરમાં પાછળના ભાગે ઘૂસી ગઇ હતી જેથી અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષાચાલકનું મૃત્યુ નિપજયું છે અને અન્ય પાંચ મુસાફરોને ઇજા થયેલ છે હાલમાં પોલીસે ફરિયાદ નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે