લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

ઘોર કળયુગ: મોરબીના ઘૂટું ગામે દીકરાએ માતાને ગાળો આપીને છરી બતાવીને આપી મારી નાખવાની ધમકી


SHARE





ઘોર કળયુગ: મોરબીના ઘૂટું ગામે દીકરાએ માતાને ગાળો આપીને છરી બતાવીને આપી મારી નાખવાની ધમકી

મોરબી નજીકના ગુટુ ગામ પાસે આવેલ રામનગરી સોસાયટીમાં રહેતી મહિલાને તેના દીકરાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ગાળો આપી હતી તેમજ છરી બતાવી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલ મહિલા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના દીકરા સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી નજીકના ઘૂટું ગામ પાસે આવેલ રામનગરી સોસાયટીમાં રહેતા સુમિત્રાબેન પ્રેમજીભાઈ ગોહિલ (47)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના દીકરા રોહિત પ્રેમજીભાઈ ગોહિલ રહે. રામનગરી સોસાયટી ઘુટુ ગામ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, ગત તા. 19/3 ના રોજ રાત્રીના 9 વાગ્યાના અરસામાં તેઓ તેના જેઠના ઘરેથી પોતાના ઘરે આવ્યા હતા ત્યારે મકાન બંધ હતું જેથી તેઓ ઘરની બહાર બેઠા હતા દરમિયાન રાતે 10 વાગ્યે તેમનો દીકરો રોહિત ત્યાં આવ્યો હતો અને કહ્યું હતું કે “તમને જીવવા નહીં દઉં અને હું નહીં મારું તો બીજા દ્વારા મરાવીશ” તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને તેની પાસે નફામાં રહેલ છરી બતાવી હતી. ત્યારબાદ પાડોશમાં રહેતા લીલાબેન, સંજયભાઈ અને દેવજીભાઈ સહિતના બીજા માણસો ત્યાં આવી ગયા હતા જેથી ફરિયાદી મહિલા ત્યાંથી જતા રહેલ અને હાઇવે ઉપરથી ટ્રાવેલ્સની બસમાં બેસીને અમદાવાદ ખાતે રહેતા તેઓના માવતરના ઘરે જતી રહી હતી અને ત્યાર બાદ ભોગ બનેલ મહિલા તેના બહેનને સાથે રાખીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટે આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ભોજાભાઇ લાલજીભાઈ સીતાપરા (60) નામના વૃદ્ધને ઈજા થહોવાથી ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પીધી

મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ જનની ગાયને હોસ્પિટલ ખાતે રહેતી પાર્વતીબેન ગણેશભાઈ બીસ્ટ (24) નામની મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી




Latest News