મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં શિવ અંજની કોર્પોરેશન હાઉસના સફાઈ કામ કરતાં સમયે પાંચમા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત


SHARE











મોરબીમાં શિવ અંજની કોર્પોરેશન હાઉસના સફાઈ કામ કરતાં સમયે પાંચમા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત

મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ શિવ અંજની કોર્પોરેશન હાઉસના પાંચમા માળે યુવાન સફાઈ કામ કરી રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તે ઉપરથી નીચે પટકાયો હતો જેથી તેને શરીરે અને માથામાં ઇજા થઈ હતી જેથી યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી શહેરના માધાપરા શેરી નં-24 માં રહેતા ગણેશભાઈ માવજીભાઈ પરમાર (40) નામનો યુવાન મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી નજીક આવેલ શિવ અંજની કોર્પોરેશન હાઉસમાં ઉપરના માળેથી કોઈ પણ કારણોસર નીચે પટકાતા તેને શરીરે તેમજ માથામાં ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે અકસ્માત મૃત્યુના બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બધા અંગેની આગળની વધુ તપાસ એમ.આર.ચૌહાણ ચલાવી રહ્યા હોય તેઓની પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાન પાંચમા માળે સફાઈ કામ કરી રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તે ઉપરથી નીચે પટકયો હતો જેથી તેનું મોત નીપજયું છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં ટિંબડી ગામના પાટીયા પાસે રહેતો ઉસ્માન અનવરભાઈ (22) નામનો યુવાન શ્રીરામ પ્લાઝા નજીક ટ્રકમાં તાલપત્રી બાંધતો હતો ત્યારે ઉપરથી નીચે ટકાતા તેને ઇજા થઈ હતી જેથી કરીને યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના વાંકાનેર રોડ ઉપર કુબેર ટોકીઝ પાસે શોભેશ્વર રોડ નજીક બે બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં કરણ વાલજીભાઈ વાઘેલા (25) નામના યુવાનને માથાના ભાગે ઇજા થઈ હતી જેથી ઇજાપામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યારે વાહન અકસ્માતના બનાવમાં મહેન્દ્રનગર ગામે રહેતા કેશવજીભાઈ ચંદુભાઈ ફુલતરીયા (50) નામના આધેડને પણ ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News