મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો મોરબી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હજારો લોકોની સહી સાથે આવેદનપત્ર અપાયું મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નવા જાંબુડીયા ગામે માતાની હત્યા કરનાર પિતાની સામે દીકરાએ નોંધાવી ફરિયાદ


SHARE













મોરબીના નવા જાંબુડીયા ગામે માતાની હત્યા કરનાર પિતાની સામે દીકરાએ નોંધાવી ફરિયાદ

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડીયા ગામે પતિએ પત્નીને કુહાડીના ગાળા, માથા અને હાથ ઉપર ઘા ઝીંક્યા હતા જેથી કરીને ઈજા પામેલ આધેડ મહિલાને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું અને મૃતક મહિલાના મૃતદેહને હાલમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હત્યાના બનાવમાં મૃતક મહિલાના દીકરની ફરિયાદ લઈને પત્નીની હત્યા કરનાર આરોપી પતિસામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે અને આરોપી પોલીસની હાથવેંતમાં જ હોવાનું જાણવા મળ્યું છે

મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે પતિએ તેની પત્નીને કુહાડીના ઘા ઝીંકીને મહિલાની હત્યા કરી નાખી હતી જેથી કરીને મહિલાના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે રહેતા ગુણવંતભાઈ હંસરાજભાઈ વીંજવાડીયા (૨૪)એ તેના જ પિતા હંસરાજભાઈ મોહનભાઈ વીંજવાડીયાની સામે ફરિયાદી યુવાનની માત અને આરોપીની પત્ની મંજુબેન હંસરાજભાઈ વીંજવાડીયા જાતે કોળી (ઉંમર ૫૦) ની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના પિતા હંસરાજભાઈ અને માતા મંજુબેન વચ્ચે અણબનાવ હોવાથી તેઓ અલગ-અલગ ઘરમાં જુદા રહેતા હતા અને મંજુબેન તેના ચાર દીકરા અને પુત્રવધુ સાથે રહેતા હતા જોકે, મંજુબેન ત્યાં કપડાં ધોવા માટે ગયા હતા ત્યારે તેના પતિ સાથે કોઈ બાબતે બોલાચાલી થયેલ હતી જેથી મંજુબેનને તેના પતિ હંસરાજભાઈએ કુહાડીના ઘા મારીને હત્યા કરેલ છે

આ બનાવમાં આરોપીએ ગળા, માથા અને હાથના ભાગે તેની પત્નીને કુહાડીના ઘા ઝીંક્યા હતા જેથી મંજુબેનને ગંભીર ઈજા થઈ હોવાથી તેને સારવાર મળે તે પહેલાં જ તેનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયુ હતુ અને મંજુબેનની હત્યા કરેલી લાશને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ બનાવમાં મોરબી તાલુકા પોલીસે હાલમાં મૃતક મહિલાના દીકરાની ફરિયાદ લઈને તેના પિતાની સામે હત્યાનો ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને મહિલાની હત્યા કરનાર આરોપી પતિ હંસરાજભાઈ મોહનભાઈ પોલીસની હાથવેંતમાં જ હોવાનું સામે આવ્યું છે 






Latest News