વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે તપોવન વિદ્યાસંકુલમાં યોજાયેલ બિઝનેસ ટાયકુનની મંત્રી બ્રિજેશભાઈએ મુલાકાત લીધી


SHARE







મોરબીના જેતપર ગામે તપોવન વિદ્યાસંકુલમાં યોજાયેલ બિઝનેસ ટાયકુનની મંત્રી બ્રિજેશભાઈએ મુલાકાત લીધી

મોરબીના જેતપર ગામે આવેલ તપોવન વિદ્યાસંકુલમાં તા.૨૫ અને ૨૬ ના રોજ બે દિવસ માટે ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની તથા બિઝનેસ ટાયકુન એવોર્ડ -૨૦૨૧ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિને ખીલવવા માટે, વિદ્યાર્થીઓનું વૈશ્વિક જરુરીયાત મુજબ ઘડતર કરવા, વર્તમાન જરૂરિયાત મુજબની સ્કિલ વિકસાવવા, વેપારની કોઠાસૂઝ વિકસાવવા તેમજ ભારત દેશના વૈવિધ્ય પૂર્ણ ઐતિહાસિક સાંસ્કૃતિક વારસાના પુનરુથાન માટે તપોવન વિદ્યાસંકુલના વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની તથા બિઝનેસ ટાઇકૂન એવોર્ડ-૨૦૨૧ નું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે ધો.૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓએ ૧૮ સ્ટોલ ઉભા કર્યા હતા અને બે દિવસમાં હજારો લોકોએ તપોવન વિદ્યા સંકુલની મુલાકાત લીધી હતી જેમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જીગ્નેશભાઈ કૈલા, અજયભાઈ લોરિયા, વિશાલભાઇ ઘોડાસરા વગેરે તેમજ યુવા આર્મી ગ્રુપના પિયુષભાઈ બોપાલિયા તેમજ તેમની ટીમ હાજર રહી હતી અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો તથા તપોવન વિદ્યાસંકુલના પ્રમુખ જીતુભાઈ વડસોલા તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલ સહિતના હાજર રહ્યા હતા અને પારુલ યુનિવર્સિટી વડોદરાની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક તેમજ કારકિર્દીનું માર્ગદર્શન બે દિવસ દરમિયાન આપવામાં આવ્યું હતું




Latest News