લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જલારામ ધામ ખાતે રામનવમીના પાવન પર્વ નિમિતે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે


SHARE





મોરબી જલારામ ધામ ખાતે રામનવમીના પાવન પર્વ નિમિતે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે

મોરબીમાં પ્રભુ શ્રી રામના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.

સનાતન હિન્દુ ધર્ ના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામના જન્મોત્સવ (રામ નવમી) નિમિતે વિવિધ પ્રકારની માનવસેવા કરતા મોરબીના શ્રી જલારામ સેવા મંડળ દ્વારા શહેરના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલા જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત બપોરે ૧૧ઃ૩૦ કલાકે પ્રભુ શ્રીરામનું પૂજન, બપોરે ૧૨ કલાકે મહાઆરતી ત્યારબાદ બપોરે ૧૨ઃ૩૦ કલાકે ફરાળ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.તો શહેરની ધર્મપ્રેમી જનતાને પ્રભુ શ્રી રામના જન્મોત્સવના વધામણા કરવા, મહા આરતીનો લાભ લેવા તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરવા પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે.




Latest News