મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા


SHARE







હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા


અગાઉ કૌટુંબિક સગાની એક યુવતીનો હાથ પકડી છેડતી કરાઈ હતી ત્યારે માથાકૂટ થયેલી, બાદમાં ગઈકાલે સાંજે ખૂની ખેલ ખેલાયો 

મૃતક કાળુંભાઈ પરમારને કુહાડી, પાઇપ, ધોકાના ઘા મારવામાં આવેલ, તેમના પત્ની રતનબેનને ઈજા થતા રાજકોટ સિવિલમાં દાખલ

પથ્થરના છૂટા ઘા થયા હતા, મૃતકને ઘરમાંથી ઢસળીને બહાર કાઢી માર મારવામાં આવેલ, બંને પક્ષે કુલ 9 સામે ગુનો દાખલ 


હળવદમાં કૃષિ વિદ્યાલય રોડ પર જુની અદાવતમાં પ્રૌઢની હત્યા કરાઈ હતી. અગાઉ કૌટુંબિક સગાની એક દીકરીનો હાથ પકડી છેડતી કરાઈ હતી ત્યારે માથાકૂટ થયેલી હતી. બાદમાં ગઈકાલે સાંજે ખૂની ખેલ ખેલાયો હતો. મૃતક કાળુંભાઈ મોહનભાઈ પરમાર(ઉંમર વર્ષ 55)ને કુહાડી, પાઇપ, ધોકાના ઘા મારવામાં આવેલ હતા. તેમના પત્ની રતનબેનને ઈજા થતા રાજકોટ સિવિલમાં દાખલ કરાયા છે. 

બનાવ વખતે પથ્થરના છૂટા ઘા થયા હતા. મૃતકને ઘરમાંથી ઢસળીને બહાર કાઢી માર મારવામાં આવેલ હતો. હળવદ પોલીસે બંને પક્ષે કુલ 9 સામે ગુનો દાખલ કર્યો છે. ફરિયાદમાં રતનબેન કાળુભાઈ પરમાર (ઉં.વ.50, રહે. બસ સ્ટેન્ડ પાછળ, કૃષિ વિદ્યાલય વાળી શેરી, હળવદ, જિલ્લો મોરબી)એ જણાવ્યું કે, મારા પતિ સેન્ટીંગ કામ કરે છે. મારે સંતાનમાં પાંચ દીકરી તથા બે દીકરા છે. જેમાં સૌથી મોટી ઉષા, તેનાથી નાની ગીતા તેનાથી નાની જયા તેનાથી નાની નયના તેનાથી નાની સરોજ તે નાથી નાનો દીકરો જયેશ અને સૌથી નાનો દીકરો વિજય છે. અને મારી દીકરી સરોજ અને દીકરો વિજય બંને કુવારા છે. બાકી બધા સંતાનના લગ્ન થઈ ગયેલ છે. આજરોજ બપોરના સાડા ચારે વાગ્યાના અરસામાં મારા પતિ કાળુભાઈની તબિયત ખરાબ હોય હું તથા મારી દીકરી સરોજ અને મારા દીકરા જયેશની પત્ની મનીષાબેન અમારા ઘરે હાજર હતા, તેવામાં અમારી પાછળની શેરીમાં રહેતા નટુભાઈ નાનજીભાઈ પરમાર તથા તેનો દીકરો આશિષ અમારા ઘરની અંદર આવેલ અને નટુભાઈના હાથમાં કુહાડી અને તેના દીકરા આશિષના હાથમાં લાકડાનો ધોકો હતો અને અમને કહેવા લાગેલ કે તમે ગઈ સાત તારીખે મારા ભત્રીજા વિશાલ સાથે કેમ ઝઘડો કરેલ. તમારા કારણે મારા દીકરા આશિષની નોકરી ગયેલ છે. તેમ કહીં અમને ગાળો દેવા લાગેલ અને ઉશ્કેરાઈ અમારી ઉપર હુમલો કર્યો. મને તથા મારા પતિને ઢસડીને બહાર શેરીમાં લઈ ગયા. બહાર શેરીમાં નટુના દીકરા રવિ તથા દીપક તથા તેની પત્ની હંસાબેન તથા તેના ભાભી લતાબેન હાજર હતા. રવિએ મારા પતિને શરીરે લોખંડનો પાઈપ મારેલ અને હંસાબેન તથા લતાબેને મને પકડી રાખેલ. દીપક મને પગેથી શરીરે લાતો મારવા લાગેલ. મારી દીકરી સરોજ તથા અમારી પુત્રવધુ મનીષા તથા પાડોશમાંથી ભેગા થયેલ માણસોએ આ લોકોના વધુ મારમાંથી છોડાવેલ. આ લોકો ભાગતા ભાગતા કહેતા ગયેલ કે આજ તો તમે બચી ગયા છો પણ હવે પછી અમારી સાથે માથાકૂટ કરી છે તો જાનથી મારી નાખીશું. તેમ ધમકી આપી હતી. પાડોશી ઈશાભાઈ પરમારે ૧૦૮ માં ફોન કરતા ૧૦૮ આવતા મને તથા મારા પતિને હળવદ સરકારી હોસ્પિટલ બાદ મોરબી સિવિલમાં લઈ ગયેલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલમાં બંનેને દાખલ કરાયા હતા. મને જમણા પગમાં ફ્રેક્ચર છે. મારા પતિ બેભાન હાલતમાં સારવારમાં દાખલ હતા. 


પોલીસે આજે વહેલી સવારે 4 વાગ્યે આ હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ આરોપીઓ નટુ તેના પુત્રો આશિષ, દિપક, નટુભાઈના પત્ની હંસાબેન, નટુભાઈના ભાભી લતાબેન સામે ગુનો દાખલ કર્યો હતો. આ દરમ્યાન સવારે 5.30 વાગ્યાં આસપાસ કાળુંભાઈનું રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

સામાપક્ષે એકને ઈજા, પથ્થરમારો થયો, બાઈક સળગાવ્યું

સામાપક્ષે ફરિયાદ નોંધાવતા નટવરભાઈ નાનજીભાઈ પરમાર (ઉ.વ.૪૭, રહે.બસ સ્ટેન્ડ પાછળ, મલવાસ સામે, જાગનાથ સોસાયટી, હળવદ, જિ..મોરબી)એ જણાવ્યું કે, હું છુટક મજુરી કામ કરી મારા પરીવારનું ગુજરાન ચલાવું છું. ગઇકાલે બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યાના અરશામાં હું મારાં જીજે -1 પીજે -8488 નંબરનું બાઈક લઈને નીકળેલ. માર ઘરથી થોડે દુર બસ સ્ટેશન પાછળ કૃષિશાળા રોડ ઉપરથી જતો હતો ત્યારે ત્યાં રહેતા જયેશભાઈ કાળુભાઈ પરમાર તથા તેના પિતા કાળુભાઈ મોહનભાઈ ઘરમાંથી શેરીમાં છુટ્ટા પથ્થરના ઘા કરતા હતા. જો આ પથ્થર કોઇ રાહદારીને માથામાં વાગે તો તેનુ મૃત્યુ થઇ શકે તેવું જાણવા છતા આ લોકો બેફામ રીતે છુટા પથ્થરના ઘા કરતા હતા. મને જોઇને કહેલ કે, તું એ જ છોને અમારી સામે ફરીયાદ કરનાર. એમ કહીને મને પણ છુટા પથ્થરના ઘા મારેલ. જેથી હું બાઈક રોકી ઉભો રહીં ગયેલ. એ દરમ્યાન આ જયેશ તથા તેના પિતા કાળુંભાઇ તથા તેની માતા રતનબેન આ ત્રણેય જણા આવેલ જેમાં જયેશના હાથમાં ધોકો હતો અને આ લોકો મને ઢીકા પાટુનો માર મારવા લાગેલ અને આ જયેશે ધોકાથી મને માથાના ભાગે મારેલ. મને કપાળમાંથી લોહી નીકળતું હતું. દરમ્યાન જયેશે તેના ઘરમા જઇને કેમિકલ ભરેલુ ડબલુ લાવી મારા મોટર સાયકલમા છાંટી સળગાવી નાખેલ. દરમ્યાન મારો દિકરો આશિષ આવી જતા આ લોકો જતા રહેલા અને મને આશિષ હળવદ સરકારી દવાખાને લઈ ગયેલ જ્યા મને કપાળમાં જમણી બાજુ ચાર ટાંકા લીધેલ અને બાદ વધુ સારવા૨ માટે મને અહી સી.યુ.શાહ હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે સારવારમાં લાવેલ હતા.

7 માર્ચે બોલાચાલી થઈ હતી અને પોલીસમાં ફરિયાદ પણ થઈ હતી 

મૃતક કાળુંભાઈના પરિવારે જણાવ્યા મુજબ, સામે વડા નટુભાઈના ભાઈ શૈલેષના દીકરા વિશાલે કાળુભાઈની એક ભાણેજનો હાથ પકડી છેડતી કરેલી. ત્યારે નટુભાઈ ના ઘરે પ્રસંગ હતો. તે વખતે બોલાચારી થઈ હતી અને પોલીસમાં ફરિયાદ પણ પહોંચી હતી. તે વખતે જ નટુએ ધમકી આપી હતી કે, મારા ઘરે પ્રસંગ પતે એટલે તને મારી નાખવો છે.






Latest News