જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું મોરબીના વીરપરડા ગામે કુવાનું પાણી અચાનક હાલકડોલક થવા લાગતા ભારે કુતુહલ મોરબીમાં દારૂની ત્રણ રેડ : ૪૯ બોટલ સાથે બે પકડાયા, ત્રણની શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં અઠવાડિક યોગ શિબિર યોજાઈ


SHARE







મોરબીની પી.જી.પટેલ કોલેજમાં અઠવાડિક યોગ શિબિર યોજાઈ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરનાં માર્ગદર્શનથી મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી અને મોરબીની પી.જી.પટેલ કોલેજનાં સયુંકત ઉપક્રમે પી.જી.પટેલ કોલેજના રંગભવન ખાતે અઠવાડિક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સમગ્ર શિબિરનું આયોજન કોલેજનાં પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટનાં માર્ગદર્શન અને પ્રેરણાથી કરવામા આવ્યું હતુ. ઉપરોક્ત શિબિરમાં ૫૫ થી વધુ વિધાર્થીઓએ હોશભેર ભાગ લીધો હતો અને વિધાર્થીઓ સાથે કોલેજના આચાર્ય અને પ્રાધ્યાપકો પણ જોડાયા હતા. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે મોરબીની પી.જી. પટેલ કોલેજમાં છેલ્લા પાંચ વર્ષોથી નિયમિતપણે વિધાર્થીઓ અને પ્રાધ્યાપકો રોજ સવારે યોગ કરે છે અને ત્યારબાદ શિક્ષણ કાર્ય શરુ થાય છે. શિબિરના સમાપન પ્રસંગે ભાગ લેનાર તમામ વિધાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે સંસ્થા વતી આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટે મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ અને તેમની સમગ્ર ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News