વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

ધ્રોલ નજીક ભુચર મોરી ખાતે શૌર્ય કથામાં દેવ સોલ્ટના ચેરમેન ડી.એસ.ઝાલાનું કરાયું સન્માન 


SHARE







ધ્રોલ નજીક ભુચર મોરી ખાતે શૌર્ય કથામાં દેવ સોલ્ટના ચેરમેન ડી.એસ.ઝાલાનું કરાયું સન્માન 

રાજપૂત સમાજ "અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ” દ્વારા "શૌર્ય કથા સપ્તાહ" નું તા ૨૫ થી ધ્રોલ નજીક ભુચર મોરી ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને આ શૌર્ય કથા તા ૩૧ સુધી ચાલુ રહેવાની છે આ કાર્યક્રમના આયોજનનો હેતુ ક્ષત્રિય સમાજના શહીદો તેમજ વીર પુરોષોણી શૌર્ય ગાથાને ઉજાગર કરવા તથા ઇતીહાસના વીર પુરુષોનું ગૌરવ જળવાઈ અને લોકો સુધી આ વીર પુરુષોની શૌર્ય ગાથા પહોંચાડવા માટેનો છે અને આ શૌર્ય કથા સપ્તાહમાં મોટી સંખ્યમાં રાજપૂત સમાજના લોકો હાજર રહે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે આ કાર્યક્ર્મમાં રાજપૂત સમાજ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના હોદેદારો દ્વારા મોરબી જિલ્લાના માળીયામાં આવેલ દેવ સોલ્ટના ચેરમેન ડી.એસ. ઝાલાને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ મંત્રી હકુભા જાડેજા, કેબીનટ મંત્રી કિરીટસિંહજી રાણા, મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા, મહારાજા વાંકાનેર કેશારીદેવસિંહજી, કેબીનટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ ડો.જયેન્દ્રસિંહ જાડેજા (મેનેજિંગ ટ્રસ્ટી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ) હાજર રહ્યા હતા.




Latest News