તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો


SHARE











મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો

મોરબીમાં રહેતા સીરામીક ઉદ્યોગપતિ દ્વારા મોરબી જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય અને રાષ્ટ્રભક્તને ઘણા સમયથી હાથ ઉછીના 25 લાખ રૂપિયા આપ્યા હતા અને તે પૈસા પાછા મેળવવા માટે થઈને ઉદ્યોગકારે પૈસાની માંગણી કરી હતી જેથી ઉદ્યોગકારને રાત્રિના 11:30 વાગ્યાના અરસામાં સનાળા રોડ ઉપર આવેલ ભારત ટ્રાન્સપોર્ટના ડેલામાં બોલાવવામાં આવતા તે પોતાના મિત્ર સાથે ત્યાં ગયા હતા અને ત્યારે ભાજપના જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને રાષ્ટ્રભક્ત દ્વારા પોતાની ગાડીમાંથી લોખંડની ખીલી વાળો ધોકો કાઢીને ઉદ્યોગકાર તથા તેની સાથે ગયેલા તેના મિત્ર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યાં તે બંનેને ધોકા વડે માથામાં અને શરીરને આડેધડ મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલ ઉદ્યોગકાર સહિતના બંને વ્યક્તિઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર લીધા બાદ હાલમાં જા પામેલા ઉદ્યોગકાર દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્ક લાલબાગ બંગલોઝ રોયલ મેનનની સામે રહેતા શેખરભાઈ રતિલાલભાઈ આદ્રોજા (46)હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજયભાઈ મનસુખભાઈ ઉર્ફે પોપટભાઈ લોરીયાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ઘણા સમયથી તેઓએ હાથ ઉછીના 25 લાખ રૂપિયા અજયભાઈ લોરીયાને આપ્યા હતા અને તે પૈસા પાછા મેળવવા માટે તેઓએ પોતે પોતાના મોબાઈલ ફોનમાંથી અજયભાઈને ફોન કર્યો હતો અને ત્યારબાદ રાત્રિના 11:30 વાગ્યાના અરસામાં અજયભાઈએ સરદાર બાપાસે આવેલ ભારત ટ્રાન્સપોર્ટના ડેલામાં તેને બોલાવે હતા જેથી કરીને ફરિયાદી શેખરભાઈ તથા તેના મિત્ર જયેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ પાડલીયા બંને ફરિયાદીની ઇનોવા ગાડી લઈને ત્યાં ગોડાઉનને ગયા હતા.

ત્યારે અજયભાઈ લોરીયા અને તેની સાથે એક અજાણ્યો વ્યક્તિ ત્યાં હાજર હતા અને અજયભાઈએ પોતાની મર્સિડીઝ ગાડી નંબર 1414 વાળીમાંથી નીચે ઉતરીને પોતાની ગાડીમાંથી લોખંડના ખીલી વાળો ધોકો કાઢીને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને કહેવા લાગ્યા છે કે “કેમ પૈસા માંગ માંગ કરે છે” અને ત્યારબાદ ફરિયાદીને લાકડાનો ધોકો શરીર ઉપર આડેધડ માર્યો હતો અને ત્યાં વચ્ચે છોડાવા માટે થઈને પડેલ ફરિયાદીના મિત્ર જયેશભાઈને પણ માથામાં અને શરીરે લાકડાના ધોકા વડે મારમારીને ઈજા કરી હતી. દરમ્યાન જયેશભાઈને માથાના ભાગે લાકડાનો ધોકો મારેલ હોય તેને માથામાંથી લોહી નીકળતું હતું જેથી તે ગાડીમાં બેઠા હતા અને તેને ગાડીમાંથી કાંઠલો પકડીને બહાર કાઢ્યા હતા અને દરમિયાન તેનો સોનાનો ચેન અને સોનાનું પેન્ડલ પડી ગયેલ છે અને જયેશભાઈને હાથે પગે તથા છાતીના ભાગીને માસાના ભાગે મૂઢમાર મારીને ઇજાઓ કરી હતી.

આટલું જ નહીં પરંતુ જયેશભાઈને અજયભાઈએ એવું કહ્યું હતું કે, “તું કેમ આની સાથે આવ્યો છો તને તો મારી નાખવો છે” તેવું કહીને લાકડાના ધોકા વડે તેઓને માથાના ભાગે જાનથી મારી નાખવાની કોશિશ કરીને ધોકા વડે માર માર્યો હતો આમ આ બનાવમાં ઈજા પામેલ ફરિયાદી તથા જયેશભાઈ બંને મોરબીની શ્યામ હોસ્પિટલમાં સારવાર માટે થઈને ગયા હતા અને ફરિયાદીને બંને હાથમાં ફ્રેક્ચર તથા પગમાં અને વાસાના ભાગે મુંઢ ઇજાઓ થઈ હોવાનું અને જયેશભાઈ ને માથામાં ગંભીર જા તથા હાથે પગે છાતી અને વાસાના ભાગે ઈજા થઈ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલા શેખરભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મોરબી જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય અજયભાઈ લોરીયાની સામે બીએનએસની કલમ 115 (2), 117 (2), 109, 352, 351 (2) અને જીપીએફની કલમ 135 મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે






Latest News