મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો મોરબીના ખારચીયા ગામે ગ્રામ પંચાયતની છતમાંથી પોપડા પડતાં ફર્નિચરમાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં સાક્ષરતા દિન: મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફ્રી માં ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સનું આયોજન મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા પાંચમો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાશે માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી મોરબીમાં ઈંડા-નોનવેજની લારીઓ તથા કતલખાનાઓ ચાલુ !: કમિશનરે પ્રસિદ્ધ કરેલ જાહેરનામાની ઐસીતૈસી મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે
Breaking news
Morbi Today

મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ !


SHARE





મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ !

મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાથી થોડા સમય પહેલા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા તેને મહામંત્રી પદ ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે ત્યાર બાદ સસ્પેન્ડ કરાયેલ મહામંત્રી દ્વારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ઉપર આક્ષેપો કરતા ઓડિયો અને વિડિયો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવી રહ્યા છે ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે “જ્યાં સુધી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારને મૂંગા મોઢે સહન કરો ત્યાં સુધી તમે સારા અને જો તેની સામે કાર્યવાહી કરો તો તમે તુર્તજ ખરાબ થઈ જાઓ છો.” અને પછી સોશિયલ મીડિયા ઉપર પોતાને મન પડે તેવા વિડિયો અને ઓડિયો મૂકવામાં આવે છે.

આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે અને ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થાય તેવી શક્યતા છે ત્યારે રાજકીય ઉથલ પાથલો શરૂ થઈ ગઈ છે મોરબી જિલ્લાની વાત કરીએ તો થોડા સમય પહેલા મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી રમેશભાઈ રબારીને તેના હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને ત્યાર બાદ રમેશભાઈ રબારી અને કિશોરભાઈ ચીખલીયા વિષે ઓડિયો અને વિડીયો સોશિયલ મીડિયામાં મૂકીને તેને વાયરલ કરી રહ્યા છે.

ખાસ કરીને રમેશભાઈ રબારી દ્વારા મુકાયેલ ઓડિયોમાં ટંકારાના કોઈ જમીન કૌભાંડની વાત કરવામાં આવે છે અને ત્યારબાદ રમેશભાઈ રબારીએ એક વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો છે જેમાં કિશોરભાઈ ચીખલીયા અને ટંકારાના કોંગ્રેસના અગ્રણીઓ સામે આક્ષેપો કરવામાં આવેલ છે અને તેઓ કહી રહ્યા છે કે, કૌભાંડને ખુલ્લું કરી તે પક્ષ વિરોધી પ્રવૃત્તિ ન કહેવાય પરંતુ કિશોરભાઈ ચીખલીયાના પત્ની ભાજપ સાથે જોડાયેલા છે અને તેઓ ભાજપની પ્લેટ લગાવેલી ગાડી લઈને પ્રસંગોમાં જાય છે. આટલું જ નહીં જયારે જિલ્લા પંચાયત કોંગ્રેસની હતી ત્યારે તેઓએ બળવો કર્યો હતો અને જિલ્લા પ્રાંચયતના પ્રમુખ બન્યા હતા. તે સહિતના આક્ષેપો કર્યા છે.

આ બાબતે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીકલીયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી રમેશભાઈ રબારી દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવતી હતી અને પક્ષના આગેવાનો વિશે પણ સોશિયલ મીડિયામાં અસભ્ય કહી શકાય તેવું લખાણ મુકવામાં આવતું હતું આ તમામ બાબતોને ધ્યાન રાખીને તેમની પક્ષ વિરોધી પ્રવૃત્તિના કારણે રમેશભાઈ રબારીને મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી પદ ઉપરથી સસ્પેન્ડ કર્યા છે. હજુ પક્ષમાંથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી અને કોંગ્રેસ પક્ષને મોરબી જિલ્લામાં નુકસાન ન થાય તે માટે થઈને તેમના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યું છે. તેવું તેમણે જણાવ્યું છે આટલું જ નહીં તેઓએ અગાઉ જિલ્લા પંચાયતમા કરેલ બળવો અને તેઓના પત્ની જિલ્લા પંચાયતની ગત ટર્મમાં ભાજપમાંથી ચૂંટાયા હતા તે બાબતનો વિડિયોમાં ઉલ્લેખ છે તેને લઈને કહ્યું હતું કે “જેને જે લખવું અને બોલવું હોય તે બોલતા હોય છે. મારા ભૂતકાળ વિશે સ્થાનિક કોંગ્રેસથી લઈને રાષ્ટ્રીય કોંગ્રેસ સુધી બધાને બધી જ ખબર છે આમાં કોઈ નવી વાત તેને કહી નથી.” 




Latest News