મોરબીના રવાપર ગામે સરપંચ પદે સંભાળ્યા પહેલા જ 'સેવા' ચાલુ..!
વાંકાનેર જૈન સોશ્યલ ગ્રૂપ "સંગિની" દ્વારા બોલીવુડ થીમ "હાઉજી" નું આયોજન
SHARE
વાંકાનેર જૈન સોશ્યલ ગ્રૂપ "સંગિની" દ્વારા બોલીવુડ થીમ "હાઉજી" નું આયોજન
(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં જૈન સોશ્યલ ગ્રૂપ સંગિની દ્વારા આયોજીત બોલીવુડ થીમ હાઉજીનું આયોજન કરાતા બહોળી સંખ્યામાં ગ્રૂપ મેમ્બર્સ મહિલાઓએ ભાગ લીધો હતો.
સંગિની મહિલા વિંગ દ્વારા તહેવારોનાં સમયે જરૂરિયાતમંદ પરિવારનાં બાળકોને મીઠાઈ-કપડાં, દર્દીઓને ફ્રુટ વિતરણ સહિતની વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ પણ સમયાંતરે કરવામાં આવી રહી છે.તા.૨૩ મી ડિસેમ્બરનાં રોજ સંગિની અધ્યક્ષ શ્રીમતી સેજલબેન દોશીની ખાસ ઉપસ્થિત વચ્ચે બોલીવુડ થીમ હાઉજી ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખિબ મોટી સંખ્યામાં મેમ્બર્સ હાજર રહ્યા હતાં અને વિજેતાઓને ઈનામો અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા હતાં.કાર્યક્રમને સફળ બનાવવા બદલ સંગિની પ્રેસિડેન્ટ શ્રીમતી રૂપલબેન શાહ દ્વારા તમામ કમિટી મેમ્બર્સનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.