વાંકાનેર જૈન સોશ્યલ ગ્રૂપ "સંગિની" દ્વારા બોલીવુડ થીમ "હાઉજી" નું આયોજન
મોરબી : મર્ડરનું વેર વાળવા ચાલુ ગાડીએ જોટામાથી ફાયરિંગ કરનાર પાંચ હુમલાખોરો પકડાયા
SHARE
મોરબી : મર્ડરનું વેર વાળવા ચાલુ ગાડીએ જોટામાથી ફાયરિંગ કરનાર પાંચ હુમલાખોરો પકડાયા
મોરબીની પીપળીયા ચોકડીથી આમરણ જવાના રસ્તા ઉપર બે માસ પહેલા ચાલુ ગાડીએ યુવાન અને તેની સાથે બેઠેલ વ્યક્તિઓ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યુ હતુ કે તારાણા ગામે અગાઉ થયેલ મર્ડરનું વેર વાળવા માટે તેઓની ચાલુ કારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું હાલમાં પોલીસે તે ગુનામાં તમામ હુમલાખોરોને પકડી પાડયા છે.
જોડિયા તાલુકાનાં તારાણા ગામે રહેતા વિપુલભાઈ લક્ષ્મણભાઈ પીઠમલ (૩૮) એ ઉપરોકત બાબતે થોડા સમય પહેલા મોરબી તાલુકા પોલીસ મથકે સાધાભાઇ ભલૂભાઇ, હમીરભાઇ મેપાભાઇ, ભલુભાઈ મોહનભાઇ અને કાનાભાઇ હમીર રહે.તારાણા તાલુકો જોડીયા તેમજ ભરતભાઇ બચુભાઇ કુંભરવાડીયા રહે.ફડસર તાલુકો મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીની પીપળીયા ચોકડીથી આમરણ જવાના રસ્તા ઉપર તે ગાડી લઈને જતાં હતા ત્યારે તેની ગાડી ઉપર તા.૨૬-૯ ના રોજ ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેઓને વધુમાં પોલીસને જણાવ્યુ હતુ કે, તેના કાકા મેપાભાઇ માંડણભાઇને આરોપી સાધાભાઇ ભલૂભાઇ સાથે જીઇબીના થાંભલા ખેતરમાં નાખવા બાબતે તારાણા ગામે બોલાચાલી ઝધડો થયેલ હતો અને મારામારી થઈ હતી ત્યારે સાધાભાઇ ભલૂભાઇ નાટડાના ભાઇ વાસુરભાઇનું મર્ડર થઇ ગયેલ હતુ. જે બાબતનો ખાર રાખી તમામ આરોપીઓએ કાળા કલરની ક્રેટા ગાડીમાં આવીને સાધાભાઇ ભલૂભાઇએ પોતાની લાયસન્સ વાળા હથીયાર જોટા વડે ફરીયાદી તથા હિરાભાઇની સ્વિફટ ગાડી નંબર જીજે ૩ કેસી ૬૯૬૭ માં જતા હતા ત્યારે આરોપીએ જોટા વડે મારી નાંખવાના ઇરાદે ત્રણથી ચાર રાઉન્ડ ફાયરીગ કર્યા હતા જેમાં એક રાઉન્ડ સ્વીફટ ગાડીના ડ્રાઇવર સાઇડના કાચમા ફાયરીગ કરી કાચ તોડી હિરાભાઇ બેઠેલ હતા તેની ખાલી સાઇડની શીટ પાસેના દરવાજા અંદર રાઉન્ડ ધુસી જઇ બહાર નીકળી ગઇ હતી.પોલીસે તે સમયે આઇપીસી કલમ ૩૦૭(હત્યાની કોસીસ), ૧૪૩,૧૪૯, ૪૨૭ તથા આર્મસ એક્ટ કલમ રપ (બી) એ ૩૦ તથા જી.પી એક્ટ કલમ ૧૩પ મુજબ ગુનો નોંધ્યો હતો.હાલમાં તાલુકા પીએસઆઇ જેઠવાએ ભરતભાઇ બચુભાઇ કુંભરવાડીયા રહે.ફડસર, સાધા ભલુ નાટડા (૫૬) રહે.તારાણા જોડીયા જામનગર, હમીર પીઠમલ બોરીચા આહીર (૨૨), કાના હમીર પીઠમલ બોરીચા આહીર (૨૨) અને ભાયા મોહન નાટડા આહીર (૭૧) રહે. બધા તારાણા જોડીયા વાળાઓની ઉપરોકત ગુનામાં ધરપકડ કરી છે તેમ તાલુકા પોલીસ સુત્રો દ્વારા જાણવા મળેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના શનાળા રોડ ઉપર ઘર પાસે પગપાળા જતાં સરોજબેન રમણીકભાઈ સુવારીયા નામના ૫૦ વર્ષીય મહિલાને અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત સરોજબેનને સારવાર માટે લઈ જવાયા હતા.જ્યારે મોરબીના પાડા પુલ નીચે પતિ દ્વારા માર મારવામાં આવતા પિન્ટુબેન સંજયભાઈ કડેવાર નામની ૪૦ વર્ષીય દેવીપુજક મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
યુવાન સારવારમાં
મોરબીના શનાળા-કંડલા બાયપાસ ઉપર આવેલ તુલસીપાર્ક વિસ્તારમાં રોનકસિંહ માધવસિંહ જાડેજા નામના ૩૦ વર્ષીય યુવાને કોઈ અકળ કારણોસર કોઇ અજાણી દવા પી લેતા તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે ધાંગધ્રા તાલુકાના ભેચડા ગામના જયાબેન વીરજીભાઈ ચંદ્રાલા નામના ૬૦ વર્ષીય વૃદ્ધા ચુલી અને સોલડી વચ્ચે બાઈકમાં પાછળના ભાગે બેસીને જતા હતા તે દરમિયાનમાં બાઇકમાંથી નીચે પડી જતાં જયાબેન ચંદ્રાલાને અત્રે આયુષ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.