મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં પ્રમુખ પદ માટે યોજાશે ચુંટણી
વાંકાનેરની સરતાનપર ચોકડી પાસે બાઇકમા દોરી ભરાતા નીચે પડેલ યુવાનનું ડમ્પર નીચે કચડાઈ જવાથી મોત
SHARE
વાંકાનેરની સરતાનપર ચોકડી પાસે બાઇકમા દોરી ભરાતા નીચે પડેલ યુવાનનું ડમ્પર નીચે કચડાઈ જવાથી મોત
મોરબી વાંકાનેર હાઇવે ઉપર સરતાનપર ચોકડી પાસેથી પસાર થઇ રહેલ બાઇકચાલકના બાઈકમાં દોરી ભરાઇ હતી જેથી બાઇક ચાલક નીચે રસ્તા પર પડી ગયો હતો જેથી પાછળથી આવી રહેલ ડમ્પર તેના ઉપર ફરી વળ્યું હતું અને યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને ત્યારબાદ વાંકાનેર મોરબી હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાતા હાલમાં સાડા ત્રણ કિલોમીટર કરતાં લાંબો ટ્રાફિકજામ સ્થળ પર હાજર રહેલા લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે
મોરબી વાંકાનેર હાઇવે ઉપર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે અને ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી રસ્તામાં પડેલા ખાડાઓને બુરવા માટે થઈને કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ ટ્રાફિકજામ સહિતના પ્રશ્નો ઊભા થતા હોય છે ત્યારે આજે બપોરના સમયે મોરબી વાંકાનેર હાઇવે ઉપર સતનપર ચોકડી પાસેથી પસાર થઇ રહેલ બાઈક ચાલકનાં બાઈકમાં દોરી ફસાઈ હતી જેથી બાઇકચાલક નીચે રસ્તા ઉપર પટકાયો હતો અને તેની પાછળ આવી રહેલ ડમ્પર ચાલકે પોતાનું વાહન તેના ઉપરથી ફરી દીધું હતું જેથી આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજયુ હતું અને આ અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન લઇને ઘટના સ્થળેથી નાસી છુટયો હતો જોકે હાલમાં ઘટના સ્થળ ઉપર લગભગ સાડાત્રણ કિલોમીટરથી વધુનો ટ્રાફિક જામ થઈ ગયો હોવાનું સ્થળ ઉપર હાજર રહેલા લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે અને મૃતક યુવાન વાંકાનેરનો હોવાનું સામે આવી રહ્યું છે અને અકસ્માતના આ બનાવની પોલીસને જણા કરવામાં આવી છે