મોરબીમાં માતાનું અવસાન થતા તેમજ પિતાને બ્લડ કેન્સર હોય જીવનથી હતાશ થઈ ગળાફાંસો ખાતા આધેડનું મોત
મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં પ્રમુખ પદ માટે યોજાશે ચુંટણી
SHARE
મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં પ્રમુખ પદ માટે યોજાશે ચુંટણી
મોરબી શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં હાલ પ્રમુખ પદની જરૂરીયાત હોય જેથી ચુંટણીની જાહેરાત કરવામાં આવી છે.
ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ને ધરના ધરનું સ્વપ્ન સાકર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અમલીકરણ કરેલ છે. જે યોજના હેઠળ શહેરના દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી બનાવવામાં આવી હોય જેમાં કુલ ૬૮૦ આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. ઉપરોક્ત સોસાયટી માં વિકાસના વિવિધ મુદાઓને ધ્યાને લઈ પ્રમુખ પદની જરૂરીયાત ઉભી થતાં ચુંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી તા.૯-૧ ને રવિવારના રોજ સવારે ૭ થી સાંજે ૫ વાગ્યા સુધી મતદાન યોજાશે. ચુંટણીમાં પ્રમુખ પદ માટે જીતેન્દ્રભાઈ પ્રકાશભાઈ પીઠડીયા, મણીલાલ મોહનભાઈ વિઠલાણી, અને રાજુભાઈ વાસુદેવભાઈ ભંભાણી આમ કુલ ૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જોકે ૩૧ મી ડિસેમ્બર સુધી ફોર્મ પરત ખેચવાની છેલ્લી તારીખ હોય તા.૧-૧ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે અને પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં જે લાભાર્થીઓ આવાસ ધરાવતા હોય અને હજુ રહેવા આવેલ ન હોય તેવા તમામ લાભાર્થીઓ પોતાની આવાસની સનતની કોપી સાથે હાજર રહી ફરજીયાત મતદાન કરવા ઉમેદવારોએ અપીલ કરી છે.
એવન્યુપાર્ક મહિલા મંડળ દ્વારા ગૌસેવાના લાભાર્થે આયોજીત ભાગવત સપ્તાહમા આજે રાત્રે સુંદરકાંડના પાઠ યોજાશે
મોરબીના હાર્દસમા વિસ્તાર રવાપર રોડ સ્થિત એવન્યુ પાર્ક સોસાયટી મહિલા મંડળ દ્વારા ગૌસેવા ના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો ભવ્ય પોથીયાત્રા દ્વારા શુભારંભ થઈ ચુક્યો છે ત્યારે આજે તા.૨૮ મંગળવારના રોજ એવન્યુપાર્ક ગરબી ચોક ખાતે ભવ્ય તેમજ દીવ્ય સુંદરકાંડના પાઠનુ રાત્રે ૯ કલાકે આયોજન કરવામા આવ્યુ છે. જે અંતર્ગત પ્રસિધ્ધ રોકડીયા હનુમાનજી મંદિર-પુજારી શ્રી સુખરામ બાપુના સત્સંગ સેવા સુંદરકાંડ મંડળ દ્વારા સુંદરકાંડનુ સંગીતમય શૈલીમા રસપાન કરાવવામા આવશે.તો શહેરની દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા આયોજકો દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામા આવ્યુ છે.