મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો


SHARE







આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો

હળવદના મયાપુર ગામે આધેડની માલિકીની વાડીમાં આવીને છ જેટલા શખ્સોએ “આ ખેતર અમારું છે, ખાલી કરી દો” તેમ કહીને આધેડની સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો તેમજ ગાળો આપી હતી અને લાકડાના ધોકા વડે તથા ઢીકાપાટુનો માર માર્યો હતો જે બનાવમાં આધેડ સહિત બે વ્યક્તિઓને ઈજા થઈ હોય તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે

હળવદના મયાપુર ગામે રહેતા બળદેવભાઈ ભૂદરભાઈ કંઝારીયા (50)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દિલીપભાઈ ધરમશીભાઈ પટેલ, મુન્નાભાઈ ભરવાડ અને તેની સાથે આવેલા અજાણ્યા ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે મયાપુર ગામની સીમમાં ફરિયાદીની ગામોટિયું નામની વાડી આવેલી છે અને તે વાડીએ આરોપીઓ આવ્યા હતા અને “આ ખેતર અમારું છે, ખાલી કરી દો” તેમ કહીને ફરિયાદી સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને દિલીપભાઈ તથા મુન્નાભાઈએ ફરિયાદી તથા તેના પત્ની રમીલાબેનને લાકડાના ધોકા વડે અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ અજાણ્યા ચાર શખ્સોએ બોલાચાલી કરીને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો. જેથી કરીને ઈજા પામેલા દંપતીને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે અત્રે ઉલેખનીય છેકે, ફરિયાદીની વડીલોપાર્જિત ખેતીની જમીન છે અને તેના પિતા ભૂદરભાઈ કંઝારીયાએ આ જમીને વેંચી નાખી હતી જે બાબતે હળવદની કોર્ટમાં હાલમાં પણ ફરિયાદીના પિતાની સામે જ કેસ ચાલી રહ્યો છે તેવામાં આરોપીઓ જમીનનો કબ્જો લેવા માટે આવ્યા હતા અને વર્ષોથી ખેતીની જમીનમાં વાવણી કરતાં આધેડ અને તેના પત્નીને મારમાર્યો હતો.

વરલી જુગાર

મોરબીમાં વરિયા મંદિર વાળી શેરીમાં જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કલ્પેશભાઈ દિનેશભાઈ મજેઠીયા (26) રહે. સોઓરડી શેરી નં-6 વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવેલ હોય પોલીસે 1,000 ની રોકડ ખાતે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો થયો છે






Latest News