મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટના કારખાનામાં આગ લાગતા માલ સામાન બળીને ખાખ: મોટું નુકશાન


SHARE









મોરબીના લાતી પ્લોટના કારખાનામાં આગ લાગતા માલ સામાન બળીને ખાખ: મોટું નુકશાન

મોરબીના લાતી પ્લોટ શેરી નં 6 માં આવેલ કારખાનાની અંદર કોઈ કારણોસર બપોરના સમયે આગ લાગવાની ઘટના બની હતી જેથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા અને આ બનાવની તાત્કાલિક મહાનગરપાલિકાના વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો. જોકે, આગ સંપૂર્ણ કાબુમાં આવી ત્યાં સુધીમાં કારખાનાની અંદર રહેલ તમામ માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો જેથી કારખાનેદારને મોટું નુકસાન થયું છે.

મોરબીના લાતી પ્લોટ શેરી નં 6 મેઈન રોડ ઉપર આવેલ વર્લ્ડ ગિફ્ટ એન્ડ શોપ નામના કારખાનામાં બીજા માળે કોઈ કારણોસર બપોરે એકાદ વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી અને જોત જોતામાં આગ બીજા માળ ઉપર રાખવામાં આવેલ માલસામાનના પ્રસરી ગઈ હતી જેથી કરીને આ બનાવની તાત્કાલિક કારખાનેદાર દ્વારા મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ફાયર ફાયટર સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને કારખાનામાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવા માટેના પ્રયાસ શરૂ કર્યા હતા જોકે, કારખાનામાં લાગેલી આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં કારખાનામાં રહેલ કાચો અને પાકો માલ તથા રો મટીરીયલ સહિત તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી વધુમાં મળતી વિગત પ્રમાણે કારખાનાના કલર વિભાગની અંદર કોઈ કારણોસર આગ લાગી હતી અને આગ સમગ્ર કારખાનામાં પ્રસરી જવાથી કારખાનેદારને મોટું નુકસાન થયું છે




Latest News