મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ


SHARE









મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ

લેન્સકાર્ટના માલિક દ્વારા હિન્દુ વિરોધી માનસિકતા જેવો પરિપત્ર કરવામાં આવેલ છે તેનો ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળના આગેવાનો રવાપર રોડ ઉપર આવેલ લેન્સકાર્ટના શોરૂમ ઉપર પહોચ્યા હતા અને ત્યાં હિન્દુ કર્મચારીઓને તિલક કરીને સમગ્ર લેન્સકાર્ટનો વિરોધ કર્યો હતો.

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો હાલમાં જે લેન્સકાર્ટના માલિક પિયુષ બંસલ દ્વારા કંપની રુલરેગયુંલેશન પરિપત્ર રાખવામા આવેલ છે તેમાં લખ્યું છે કે, શો-રૂમ ઉપર હિન્દુ કર્મચારીઓને તિલક ન કરવું, શિખા ન રાખવી, હાથમાં કલાવા ન બાંધવા અને સ્ત્રીઓને બિન્દી ન લગાડવી તેમજ મુસ્લિમ કર્મચારી હિજાબ પહેરી શકે આવી હિન્દુ વિરોધી માનસિકતાના લીધે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઠેરઠેર તેનો ઉગ્ર વિરોધ કરીને હિન્દુ સમાજને જાગૃત કરવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આવા નિર્ણયને ભારતનો હિન્દુ સમાજ કોઈપણ પ્રકારે સાંખી લેશે નહીં તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. અને મોરબી વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળના આગેવાનો સોમવારે સાંજે 7 કલાકે મોરબીના રવાપર રોડ પર આવેલ લેન્સકાર્ટના શોરૂમ ઉપર પહોચ્યા હતા અને ત્યાં હિન્દુ કર્મચારીઓને તિલક કરીને સમગ્ર લેન્સકાર્ટનો વિરોધ કર્યો હતો આ તકે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને કમલેશભાઈ બોરિચાએ મોરબી સહિત દેશના લોકોને અપીલ કરતાં કહ્યું  હતું કે, એક હિન્દુ યોદ્ધ તરીકે કોઈએ પણ લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેન્સની ખરીદી કરવી જોઈએ તેવી અપીલ કરી હતી.




Latest News