વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીનાં ચકમપર(જી) ગામે યુવાનને માર મરનારા બે શખ્સોની ધરપકડ


SHARE







મોરબીનાં ચકમપર(જી) ગામે યુવાનને માર મરનારા બે શખ્સોની ધરપકડ

મોરબીનાં ચકમપર(જીવાપર) ગામે રહેતા યુવાન સાથે અગાઉ બોલાચાલી થયેલ હતી તે બાબતનો ખાર રાખીને તેને ગાળો આપી હતી અને ધોકા તેમજ પાઇપ વડે બે શખ્સો દ્વારા યુવાનને માર મારવામા આવ્યો હતો જેથી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાનાં ચકમપર(જીવાપર) ગામે પ્લોટ વીસ્તારમાં રહેતા દિનેશભાઇ કાંતીભાઇ ચૌહાણ (ઉ. ૩૨)એ કિશનભાઇ ઉર્ફે ત્રિભુવનભાઇ વાલજીભાઇ ચૌહાણ અને દેવજીભાઇ વાલજીભાઇ ચૌહાણ રહે બન્ને ગામ ચકમપર વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ગત તા.૧૬/૧૨ ના સાંજના છએક વાગ્યાના અરસામા ચકમપર ગામે આવેલ પાણીના આરો પ્લાન પાસે ફરીયાદી યુવાનને આરોપીઓ અગાઉ બોલાચાલી થયેલ હતી તે બાબતનો ખાર રાખીને ગાળો આપી હતી અને ફરીયાદી યુવાન સાથે ઝપાઝપી કરી હતી અને ત્યારે આરોપી કિશનભાઇ ઉર્ફે ત્રિભુવનભાઇ વાલજીભાઇ ચૌહાણએ ફરીયાદી યુવાનને જમણા હાથમા લાકડાના ધોકાથી માર મરેલ હતો અને દેવજીભાઇ વાલજીભાઇ ચૌહાણએ લોખંડના પાઇપથી માથા અને જમણા પગમા માર માર્યો હતો જેથી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને હાલમાં બંને આરોપી કિશનભાઇ ઉર્ફે ત્રિભુવનભાઇ વાલજીભાઇ ચૌહાણ (૩૦) અને દેવજીભાઇ વાલજીભાઇ ચૌહાણ (૩૫) રહે બન્ને ચકમપર વાળાની ધરપકડ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના મકનસર ગામ પાસે સર્વિસ રોડ પર ઉભેલા ટ્રેલરમાંથી નીચે ઉતરતા સમયે અન્ય વાહન ચાલકે અડફેટે લેતા રાજુભાઈ ભુરાભાઈ (ઉંમર ૫૫) રહે. કચ્છ (ભુજ) વાળાને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News