મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ


SHARE









મોરબીની તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત: સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં જાત જલાવીને આધેડ મહિલાએ કર્યો આપઘાત

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ તિરુપતિ સોસાયટીમાં રહેતા આધેડે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે જ્યારે મોરબીની સરસ્વતી સોસાયટીમાં રહેતી આધેડ મહિલાએ પોતાના ઘરના બાથરૂમમાં પોતાના શરીર ઉપર જવલંતશીલ પદાર્થ છાંટીને આગ ચાંપી લીધી હતી જેથી ગંભીર રીતે દાઝી ગયેલ મહિલાનું મોત નીપજ્યું હતું આ બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી  છે.

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ રામાપીરના મંદિર વાળી શેરીમાં તિરૂપતિ સોસાયટી ખાતે રહેતા અશ્વિનભાઈ હરખજીભાઈ બોપલિયા (50) નામના આધેડે પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસ સામે આવેલ સરસ્વતી સોસાયટી શેરી નં.2 માં રહેતા મીનાક્ષીબેન સુખદેવભાઈ અઘેરા (58) નામના મહિલાએ પોતે પોતાના ઘરની અંદર કોઈપણ કારણોસર બાથરૂમનો દરવાજો અંદરથી બંધ કરીને પોતાના શરીર ઉપર જવલંતશીલ પદાર્થ છાંટીને આગ ચાપી લીધી હતી જેથી ગંભીર રીતે દાઝી જવાના કારણે મહિલાનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક મહિલાના દીકરા મયુરભાઈ સુખદેવભાઈ અઘેરા (30)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News