મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો મોરબી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હજારો લોકોની સહી સાથે આવેદનપત્ર અપાયું મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી બિયરના ૨૪ ટીન ભરેલ રિક્ષા સાથે બે પકડ્યા


SHARE













મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી બિયરના ૨૪ ટીન ભરેલ રિક્ષા સાથે બે પકડ્યા

મોરબીના નજર બાગ રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ નોબલ સ્કુલના મેઇન ગેઇટ સામેથી રિક્ષા પસાર થતી હતી ત્યારે તે રિક્ષાને રોકીને પોલીસે ચેક કરતાં તેમાથી ૨૪ બીયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે બિયરના જથ્થા સાથે હાલમાં બે આરોપીની ધરપકડ કરેલ છે અને તેની પાસે આ બિયરના ટીન કયાથી આવ્યા હતા તે દિશામાં તપાસ શરૂ કરવાં આવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નજર બાગ રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ પરશુરામ પોટ્રીની બાજુમાં નોબલ સ્કુલના મેઇન ગેઇટ સામેથી સી.એન.જી. રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૯૧૩૩ પસાર થતી હતી ત્યારે તે રિક્ષાને રોકીને પોલીસે ચેક કરતાં તેમાથી ભારતીય બનાવટના પરપ્રાંતીય કિંગફીંસર સુપર સ્ટ્રોંગ પ્રિમીયમ બીયર ફોર સેલ ઇન રાજસ્થાન લખેલ ૫૦૦ મીલી કંપની શીલ પેક ૨૪ બીયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને ૨૪૦૦ ની કિંમતના બીયર તેમજ ૫૦,૦૦૦ ની રિક્ષા આમ કુલ મળીને ૫૨,૪૦૦ ના મુદામાલ સાથે પોલીસે હાલમાં જીતેન્દ્રભાઇ વસંતભાઇ રાઠોડ (ઉ.૩૬) રહે. ભડીયાદ કાંટે જવાહર સોસાયટી  ભડીયાદ મોરબી મુળ ગામ હળવદ અને વસંતભાઇ મોહનભાઇ સોલંકી (ઉ.૨૧) રહે. સોઓરડી પરશુરામ પોર્ટી સ્કુલ પાસે સામાકાંઠે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે પ્રોહિબિશનની કલમ ૬૫ એ, , ૧૧૬બી૯૮(ર) ૮૧ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શનાળા રોડ લાયન્સનગર વિસ્તારમાં રહેતો રાહુલભાઈ ચમનભાઈ દુદકિયા નામનો ૧૨ વર્ષનો બાળકષમોટરસાઇકલના પાછળના ભાગે બેસીને જતો હતો તે દરમિયાન તેઓના બાઈકની આડે કુતરુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયુ હતુ જેથી ઈજાગ્રસ્ત થયેલા રાહુલ ચમનભાઈને અહીંની મારુતિ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના વાંકાનેર તાલુકાના રાણેકપર ગામનો નિલેશભાઈ રમેશભાઈ મુંધવા નામનો ૧૯ વર્ષીય યુવાન બાઈક લઇને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત થયેલ નિલેશ મુંધવાને અહીંની આયુષ હોસ્પિટલે ગતરાત્રીના એકાદ વાગ્યે સારવારમાં લાવવામાં આવ્યો હતો.






Latest News