મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો


SHARE









મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો

મોરબીની પ્રતિષ્ઠિત નવયુગ વિદ્યાલયમાં તેમજ સેક્શન અલગ અલગ ક્ષેત્રમાં તેમની સિધ્ધિને બિરદાવવા માટે  “સિતારે નવયુગ ઇનામ-વિતરણ સન્માન સમારોહ”નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ તકે નવયુગ ગ્રુપના પ્રમુખ પી.ડી. કાંજીયા અને મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈની પ્રેરક હાજરી રહી હતી અને આ કાર્યક્રમમાં નવયુગના ભૂતપુર્વ વિધાર્થીઓ V.H.P. અધ્યક્ષ જીલેશભાઈ કાલરીયા, ડૉ. વૈશાલીબેન વડનગરા, ડૉ.તૃપ્તિબેન સાવરીયા, ડૉ.ઉત્તમભાઈ  ઉઘરેજા, રાજ્ય શ્રેષ્ટ શિક્ષક કમલેશભાઈ દલસાણીયા, એડવોકેટ ધ્રુમિલભાઈ ભીમાણી, મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. S.S.C. અને H.S.C. બોર્ડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટોપર્સ તેમજ વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ સર્જનાત્મક કાર્યક્રમોએ સમગ્ર સમારોહને યાદગાર બનાવી દીધો છે. આ તકે બહોળી સંખ્યામાં વાલીઓ તેમજ વિધાર્થીઓ  ઉપસ્થિત રહ્યા હતા. આ  કાર્યક્રમને સફળ બનાવવા મેનેજિંગ ડિરેક્ટર નિલેશભાઈ અઘારા અને પ્રિન્સિપાલ નરેન્દ્રભાઈ સંતોકીએ માર્ગદર્શન આપ્યું હતું અને શિક્ષકો તેમજ તમામ  સ્ટાફની  મહેનતથી આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.




Latest News