મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત


SHARE









મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત

મોરબી તાલુકાના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા તેનું મોત નીપજયું હતું જ્યારે ટંકારાના ધ્રુવનગર ગામે રહેતા યુવાને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજયું હતું જે બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી

મૂળ જામનગર જિલ્લાના દળીયાના રહેવાસી અને મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલા કમોયા આરતીબેન વિરમભાઈ (31) નામની મહિલાએ ગઈકાલે સાંજે આઠ થી નવ વાગ્યાના અરસામાં કોઈપણ કારણોસર ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે રહેતા શંકરભાઈ પોલાભાઈ રાણા (36) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના મોટાભાઈ ગિરધરભાઈ પોલાભાઈ રાણા (45) રહે. ધ્રુવનગર વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે




Latest News