તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન
Breaking news
Morbi Today

મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી


SHARE









મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં વેરહાઉસના ઇન્ચાર્જ તરીકે કામ કરતો યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે ટાઇલ્સ ઉપાડવાનું ફોર ક્લિપ મશીન પલટી મારી ગયું હતું અને યુવાનના કમરથી ઉપરનો ભાગ તેની નીચે  દબાઈ ગયો હતો જેથી યુવાનને ગંભીર ઇજા થવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવની મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી અને મોરબીના જુના રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં વેરહાઉસના ઇન્ચાર્જ તરીકે કામ કરતો ઘનશ્યામ મદનમોહન (23) નામનો યુવાન ગત તા. 8/4 ના રોજ કારખાનામાં કામ કરી રહ્યો હતો ત્યારે ટાઇલ્સ ઉપાડવાનું ફોર ક્લિપ મશીન પલટી મારી ગયું હતું અને ઘનશ્યામની ઉપર પડતા કમરથી ઉપરનો ભાગ દબાઈ ગયો હતો જેથી ઘનશ્યામને ગંભીર ઇજા થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવવાની મૃતક યુવાનના ભાઈ પુષ્પેન્દ્રકુમાર મદનમોહન (26) રહે. ઉત્તર પ્રદેશ વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઈકની ચોરી

મોરબીના વીસીપરા વિસ્તારમાં ઇમામના ઓટા સામે કુલીનગર-1 માં રહેતા સમસુદ્દીનભાઈ અકબરભાઈ પઠાણ (24) નામના યુવાને અજાણ્યા શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેણે પોતાના ઘર પાસે બાઈક નંબર જીજે 36 એક્યુ 2780 પાર્ક કરીને મૂક્યું હતું જે 20 હજાર રૂપિયાની કિંમતનું બાઇક ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News