મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ


SHARE









મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ

મોરબીમાં હોટલના ધંધાથીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હતો જેથી કરીને મૃતક વેપારીના દીકરાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 7 શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ રામદેવપીરના મંદિર વાળી શેરીમાં તિરૂપતિ સોસાયટી ખાતે રહેતા અશ્વિનભાઈ હરખજીભાઈ બોપલિયા (50) એ ધંધાની જરૂરિયાત માટે ઇમરાન માડકીયા પાસેથી 12.50 લાખ રૂપિયા 4 ટકાના વ્યાજ લેખે લીધા હતા જેની સામે આરોપીને 50 લાખ જેટલું વ્યાજ ચૂકવેલ હતું તો પણ તેના મકાનનો સોદાખત કરી ઓરીજનલ દસ્તાવેજ તેણે લઈ લીધેલ હતો અને આવી જ રીતે અજય ભટ્ટ, ગિરિરાજસિંહ ગોહિલ, ભરત રબારી, અજીતભાઈ રાઠોડ, વિપુલ રાઠોડ અને કિસન રબારી પાસેથી પણ વ્યાજે રૂપિયા લીધા હતા આમ અલગ અલગ વ્યક્તિ પાસેથી કુલ મળીને 70 લાખ કરતાં વધુ રૂપિયા વ્યાજે લીધા હતા જેની સામે અનેક ગણું વ્યાજ ચૂકવી દીધું હતુ છતાં પણ આરોપીઓ દ્વારા તેની પાસેથી મોબાઈલ ફોન, મકાનનો દસ્તાવેજ કોરા  ચેક અને નોટરીના લખાણ કરાવી લેવામાં આવ્યા હતા જેથી કંટાળીને આધેડે આપઘાત કર્યો હતો. આ બનાવ સંદર્ભે ડીવાયએસપી જે.એમ.આલની પત્રકાર પરિષદ યોજાઇ હતી અને જેમાં તેને જણાવ્યુ હતું કે, મૃતક આધેડના દીકરા નીરવભાઈ અશ્વિનભાઈ બોપલિયાએ ઇમરાન ગુલામભાઈ માડકિયા, અજય ભટ્ટ, ગીરીરાજસિંહ ગોહિલ, ભરત રબારી, અજીતભાઈ જેસંગભાઈ રાઠોડ, વિપુલ જેસંગભાઈ રાઠોડ અને કિશનભાઇ રબારી સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે આરોપી કિશનભાઇ મનુભાઈ રાઠોડ (21) રહે. મકનસર, લાલજીભાઈ ઉર્ફે ભરતભાઈ અણંદાભાઇ રાઠોડ (34) રહે. થોરાળા અને ગિરિરાજસિંહ પ્રદ્યુમનસિંહ ગોહિલ (31) રહે. રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે વધુમાં તપાસનીસ અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ પકડાયેલ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.




Latest News