મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત


SHARE









મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત

રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત થયેલા અને મોરબી જિલ્લાની જુદી જુદી જિલ્લા અથવા પેટા તિજોરી કચેરી ખાતેથી પેન્શન મેળવતા પેન્શનરો માટે જિલ્લા તિજોરી કચેરી દ્વારા મહત્વની સૂચના જારી કરવામાં આવી છે. જે મુજબ, દરેક પેન્શનરોએ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મે થી જુલાઈ માસ દરમિયાન પોતાની હયાતીની ખરાઈ કરાવવાની રહેશે.

હયાતીની ખરાઈ (૧) પોસ્ટ વિભાગ દ્વારા: ગુજરાત સરકારના નાણા વિભાગ અને પોસ્ટ વિભાગ વચ્ચે થયેલા એમ.ઓ.યુ. (MoU) મુજબ, પોસ્ટ વિભાગના કર્મચારીઓ પેન્શનરોના ઘરે જઈ ‘જીવન પ્રમાણપત્ર’ એપ્લિકેશન મારફત ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જનરેટ કરી આપશે. (૨) બેંક દ્વારા: પેન્શનરો પોતાની સંબંધિત બેંકમાં રૂબરૂ જઈને પણ હયાતીની ખરાઈ કરાવી શકશે. (૩) ઓનલાઈન માધ્યમ: પેન્શનરો પોતે પણ ‘Online JeevanPraman’ એપ દ્વારા હયાતીની ખરાઈ કરી શકશે. હયાતીની ખરાઈ માટેની આ તમામ સેવાઓ પેન્શનરો માટે તદ્દન નિઃશુલ્ક રાખવામાં આવી છે. મોરબી જિલ્લાના તમામ પેન્શનરોએ વર્ષ ૨૦૨૬-૨૭ માટે સમયસર ઉપરોક્ત કોઈપણ એક માધ્યમથી હયાતીની ખરાઈ કરાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૫-૨૬ ના પેન્શન પેમેન્ટ સર્ટિફિકેટ (PPC) સંબંધિત બેંકોમાં મોકલી આપવામાં આવ્યા છે, જે તે પેન્શનરોએ પોતાની બેંકમાંથી મેળવી લેવાના રહેશે તેમ જિલ્લા તિજોરી અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News