મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા


SHARE







મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા

મોરબી જિલ્લા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની નવી કાર્યકારિણીની રચના ઉત્સાહભેર પૂર્ણ કરવામાં આવી, શિક્ષણક્ષેત્રમાં ગુણવત્તા વધારો, શિક્ષકોના હિતોની સુરક્ષા અને સંગઠનને વધુ સશક્ત બનાવવાના હેતુ સાથે નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી.

મોરબી મહાસંઘના જિલ્લા અધ્યક્ષ તરીકે સતત સાત વર્ષથી વધુ સમયથી સફળ નેતૃત્વ પૂરું પાડનાર અને સંગઠનનો વિસ્તાર કરનાર દિનેશભાઈ વડસોલાને મહાસંઘની કાર્યપ્રણાલી અને સંગઠનના નિયમ મુજબ જિલ્લાના અધ્યક્ષ તરીકેની જવાબદારીમાંથી મુક્ત કરી ગુજરાત પ્રાંત ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો અને એમની જગ્યાએ મોરબીના વતની કિરણભાઈ કાચરોલાને અધ્યક્ષ તરીકેની જવાબદારી, હળવદના વતની પ્રવિણભાઈ ધોળુને જિલ્લાના મંત્રી, હિતેશભાઈ ગોપાણીને પ્રાંત સંગઠન મંત્રી, અને કિરીટભાઈ દેકાવાડીયાની  રાજ્યના પ્રતિનિધિ વરણી કરવામાં આવી છે.મોરબી જિલ્લા સંગઠન મંત્રી તરીકે હળવદના કરશનભાઈ ડોડીયા અને વરિષ્ઠ ઉપાધ્યક્ષ તરીકે મોરબીના સંદીપભાઈ આદ્રોજા જવાબદારી સંભાળશે.

મોરબી જિલ્લાના ઉપાધ્યક્ષ તરીકે વાંકાનેરના અશોકભાઈ સતાસિયા, ડૉ. લાભુબેન કારાવદરા, ટંકારાના ડાયાલાલ બારૈયા અને હળવદના નરેશભાઈ સોનગ્રા નીમાયા છે. મહિલા ઉપાધ્યક્ષ તરીકે મોરબીના શ્રીમતી કિરણબેન આદ્રોજા, મહિલામંત્રી તરીકે શ્રીમતી વીણાબેન કે. દેસાઈ તથા મહિલા સહમંત્રી તરીકે શ્રીમતી પ્રજ્ઞાબેન ફુલતરીયા કાર્ય કરશે. કોષાધ્યક્ષ તરીકે વાંકાનેરના નિરવભાઈ બાવરવા, સહ સંગઠન મંત્રી તરીકે મોરબીના વતની હિતેશભાઈ પાંચોટીયા અને રમેશભાઈ ચાવડા, આંતરિક ઓડિટર તરીકે જયેશભાઈ જેઠલોજા તેમજ પ્રચાર પ્રમુખ તરીકે હરમિતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

આ પ્રસંગે સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે નવી કાર્યકારિણી શિક્ષણક્ષેત્રમાં નવી દિશા અને ગતિ લાવશે. શિક્ષકોના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ, શૈક્ષણિક ગુણવત્તામાં વધારો અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સંગઠન સતત કાર્યરત રહેશે. અને સભ્યોએ નવી ટીમને અભિનંદન પાઠવતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમની આગેવાની હેઠળ મહાસંઘ મોરબી જિલ્લામાં નવી ઊંચાઈઓ સર કરશે અને સંગઠન વધુ મજબૂત બનશે.






Latest News