મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત


SHARE









મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત

મોરબી-જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે આવેલ ટાઈટેનીયમ વિટ્રિફાઈડ કારખાનામાં કામ કરતા યુવાનના 8 વર્ષના બાળકને કૂતરાએ બચકા ભરીનલીધા હતા જેથી તને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ટૂં કી સારવાર દરમિયાન તે માસુમ બાળકનું મોતની પછી હતું

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે આવેલ ટાઈટેનિયમ સિરામિક કારખાનામાં રહેતા અને કામ કરતા કૃપાલભાઈ માલવિયાના 8 વર્ષીય પુત્ર કૃણાલ કૃપાલભાઈ માલવિયાને રખડતા શ્વાનોએ બચકા ભરી લીધા હતા જેથી કરીને ઈજા પામેલા બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તે બાળકનું મોતનીપજ્યુ હતુ

વધુમાં બનાવની તપાસ કરી રહેલા ફિરોજભાઈ સુમરા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે કૃપાલભાઈ તેના પત્ની અને બાળક સાથે લેબર કોલોની પાસે બહારના ભાગે સુતા હતા ત્યારે રાત્રિના સમયે તેના દીકરા કૃણાલ ને કુતરા ઢસડીને કોલોનીની પાછળના ભાગે લઈ ગયા હતા અને ત્યાં તેને શરીર ઉપર એકથી વધુ બટકા ભરી લેવામાં આવ્યા હતા જેથી કરીને ગંભીર રીતે ઈજા પામેલા બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તે બાળકનું મોત નિપજ્યું હતું આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઉલેખનીય છે કે, મોરબી શહેરમાં દિવસેને દિવસે રખડતા શ્વાનોનો આતંક વધી રહ્યો છે. અને બે દિવસ પહેલાં જીઆઇડીસી વિસ્તાર અને ચિત્રકુટ સોસાયટી આસપાસ 20થી વધુ લોકોને શ્વાનોએ બચકા ભરી લીધા હતા. ત્યારે માસુમ બાળકની જેમ અન્ય કોઈ વ્યક્તિનો જીવ લેવાય ત્યારે પહેલા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી રહી છે




Latest News