મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના નવાગામેથી મહિલા ગુમ


SHARE









મોરબીના નવાગામેથી મહિલા ગુમ

મોરબી તાલુકાના નવાગામ ખાતે રહેતા હિરાભાઇ વજાભાઇ હડગરા (ઉ.વ.37) નામના રબારી યુવાનના પત્ની ભાવનાબેન વજાભાઇ રબારી ગત તા.21-4ના રોજ સાંજના ઘરે કોઇને કંઇ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા હોય પરિવારે ઘરમેળે શોધખોળ કરી હતી છતાં ભાવનાબેનનો પત્તો ન લાગતા હિરાભાઇએ તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી. જેથી સ્ટાફમાં એ.એચ. પરમારે ગુમ થયેલા ભાવનાબેનની શોધખોળ હાથ ધરેલ છે.

યુવાન રાજકોટ ખસેડાયો
સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસેના ગુ.હા. બોર્ડમાં રહેતા યોગીરાજસિંહ વિક્રમસિંહ ઝાલા (34)ને અત્રેની સિવિલે સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે, જ્યારે સામાકાંઠે આવેલા રામકૃષ્ણનગરમાં રહેતા વિજય દેવરામભાઇ કુકાવા નામના 27 વર્ષના યુવાને કોઇ કારણોસર તેના ઘરે ફિનાઇલ પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પીટલે ખસેડાયો હતો. તેમજ જેતપર રોડ રંગપર ગામ નજીકના સનફેમ સિરામીક પાસે બનેલા મારામારીના બનાવમાં ઇજા પામેલા રાજુ આત્મારામ માલવી (36)ને સારવાર માટે લવાયો હતો.

બાળકી સારવારમાં
રાજપર ગામ પાસે પ્રિયંકા પ્રવિણભાઇ પરમાર (3, રહે. રફાળેશ્ર્વર) નામની બાળકીને રોડ ઉપર અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા સિવિલે લાવવામાં આવી હતી. જ્યારે મહેન્દ્રનગર ગામે રહેતો કમલેશ વાલજીભાઇ બોપલીયા (43) નામનો યુવાન કોઇ કારણોસર ઘુટું રોડ શ્યામ પાર્ક ખાતે દવા પી ગયો હોય તેને સારવાર માટે લઇ જવાતા પોલીસે નોંધ કરી તપાસ કરી હતી




Latest News