મોરબી જીલ્લા પતંજલિ યોગ દ્વારા ૫૧ કુંડી યજ્ઞનું આયોજન કરાયું
મોરબીના વાવડી રોડે નિવૃત્ત એએસઆઇના દીકરાના ઘરમાં થયેલ ચોરીમાં અંતે ફરિયાદ લેવાઈ, ડોગ સ્કવોડ આવી
SHARE








મોરબીના વાવડી રોડે નિવૃત્ત એએસઆઇના દીકરાના ઘરમાં થયેલ ચોરીમાં અંતે ફરિયાદ લેવાઈ, ડોગ સ્કવોડ આવી
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઓમ શાંતિ પાર્કમાં રહેતા નિવૃત્ત એ.એસ.આઇ.ના દીકરાના ઘરની અંદર તસ્કરે ધામા નાખ્યા હતા અને તેના ઘરની અંદરથી ચાંદીના દાગીના અને રોકડ સહિતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ હતી જે બનાવ નિવૃત એ.એસ.આઇ. દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી જો કે, પહેલા ચોરીના આ બનાવની ફરિયાદ લેવામાં આવી ન હતી જેથી વર્ષો સુધી પોલીસ બેડામાં ફરજ બજાવતા નિવૃત થયેલા પોલીસ કર્મચારીમાં રોષની લાગણી જોવા મળી રહી હતી અને અંતે પોલીસ પુત્રના ઘરમાં ૨૧,૫૦૦ ની ચોરી થયેલ છે તેવી ફરિયાદ લેવામાં આવી છે.
મૂળ ખાખરાળાના રહેવાસી નિવૃત એ.એસ.આઈ. આયદાનભાઇ ગજીયાનો દીકરો હિતેશભાઈ આયદાનભાઇ ગજીયા (ઉમર ૩૦) મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઓમ શાંતિ પાર્કમાં શેરી નંબર-૧ માં રહે છે જેનું મકાન માત્ર એક દિવસ બંધ હોય તેના ઘરને તસ્કર દ્વારા નિશાન બનાવવામાં આવેલ હતું અને તેના ઘરની અંદરથી ચાંદીના કડલા, ચાંદીના સંકળા તેમજ રોકડ રકમની ચોરી કરવામાં આવેલ હતી જે બનાવની નિવૃત્ત એ.એસ.આઈ. દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન તેમજ મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી જો કે, તેઓની ફરિયાદ લેવામાં આવી ન હતી જેથી કરીને નિવૃત એ.એસ.આઈ.એ રોષની લાગણી વ્યક્ત કરી હતી ત્યાર બાદ હાલમાં ખાખરાળા ગામે રહેતા નિવૃત એ.એસ.આઈ.ના દીકરા જીતેન્દ્રભાઇ આયદાનભાઇ ગજીયા જાતે બોરીચા (ઉ.૩૪)ની ચોરીના આ બનાવમાં ફરિયાદ લેવામાં આવી છે અને તેને જણાવ્યું છે કે, તેનું વાવડી રોડ ઉપર ઓમ શાંતિ પાર્કમાં મકાન આવેલ છે જેનું તાળું તોડીને તસ્કરે ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રાખેલા કબાટમાથી રોકડા ૨૦,૦૦૦ તેમજ ૧૫૦૦ ની કિંમતના ચાંદીના દાગીના એમ કુલ મળીને ૨૧૫૦૦ ની ચોરી કરેલ છે.

