મોરબીના વાવડી રોડે નિવૃત્ત એએસઆઇના દીકરાના ઘરમાં થયેલ ચોરીમાં અંતે ફરિયાદ લેવાઈ, ડોગ સ્કવોડ આવી
મોરબીના મકનસર પાસે થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનના ભાઈએ નોંધાવી ફરિયાદ
SHARE








મોરબીના મકનસર પાસે થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનના ભાઈએ નોંધાવી ફરિયાદ
મોરબી વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામથી પાસેથી પસાર થઇ રહેલ બાઇકચાલકના બાઈકમાં હાઇવે ઉપર ચાલતા કામ માટે મૂકવામાં આવેલ આડશની દોરી ભરાઇ હતી જેથી બાઇક ચાલક નીચે રસ્તા પર પડી ગયો હતો અને તેની પાછળ આવી રહેલ વાહન તેના ઉપર ફરી વળ્યું હતું અને યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું આ બનાવમાં પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ લઈને અજાણ્યા વાહન ચાલકની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
મોરબી વાંકાનેર હાઇવે ઉપર છેલ્લા ઘણા સમયથી રસ્તામાં પડેલા ખાડાઓને બુરવા માટે થઈને કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે રસ્તો બંધ કરવા માટે આડશ મૂકવામાં આવતી હોય છે આવી જ રીતે તા. ૨૮ ના રોજ બપોરે ૧૨ વાગ્યે મોરબી વાંકાનેર હાઇવે ઉપર મકનસર પાસે આવેલ સરતાનપર ચોકડી પાસેથી પસાર થઇ રહેલ બાઈક ચાલક જેઠાલાલ ગાંગજીભાઇ ગોરી જાતે ભાનુશાલી (૩૮) ધંધો ટ્રાન્સપોર્ટમાં નોકરી, ગાયત્રીનગર વાંકાનેર વાળો તેનું બાઇક લઈને જતો હતો ત્યારે રસ્ત ઉપર આડશ માટે મૂકવામાં આવેલ દોરી બાઈકમાં ફસાઈ હતી જેથી બાઇકચાલક નીચે રસ્તા ઉપર પટકાયો હતો અને તેની પાછળ આવી રહેલ વાહન ચાલકે પોતાનું વાહન તેના ઉપરથી ફેરવી દીધું હતું જેથી આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજયુ હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન લઇને ઘટના સ્થળેથી નાસી છુટયો હતો અને આ બનાવમાં યુવાનના મોતથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે હાલમાં મૃતક યુવાનના ભાઇ વિજયભાઇ ગાંગજીભાઇ ગોરી (૩૬) ની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલકની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

