મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદ પ્રખંડમાં ઉમા સંકુલ ખાતે પરિષદ શિક્ષા વર્ગનો શુભારંભ


SHARE









હળવદ પ્રખંડમાં ઉમા સંકુલ ખાતે પરિષદ શિક્ષા વર્ગનો શુભારંભ

અધિક જેઠ સુદ છઠ્ઠથી અધિક જેઠ પુનમ સુધીનો વિશ્વ હિંદુ પરિષદ- કર્ણાવતી ક્ષેત્ર દ્વારા પરિષદ શિક્ષા વર્ગનો શુભારંભ સૌરાષ્ટ્ર પ્રાંતના મોરબી જિલ્લાના હળવદ પ્રખંડમાં ઉમા સંકુલ ખાતે શરૂ થયેલ છે. અને ઉદ્ધાટન સત્રમાં હળવદના સંત પ્રભુચરણ દાસજી મહારાજ, વિહીપના અખિલ ભારતીય ધર્મ પ્રસાર સહ પ્રમુખ આનંદજી ગોયલ, વિહીપના કર્ણાવતી ક્ષેત્રીય સહ પાલક અશોકજી રાવલ, કર્ણાવતી ક્ષેત્ર મંત્રી અશ્વિનભાઈ પટેલ, કર્ણાવતી ક્ષેત્ર સંગઠન મંત્રી શ્રીરંગ રાજેજી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્ર સહ પ્રચારક ચિંતનભાઈ ઉપાધ્યાય હાજર રહ્યા હતા અને ઉદ્ઘાટન સત્રનું બૌદ્ધિક આનંદજી ગોયલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અભ્યાસ વર્ગમાં કર્ણાવતી ક્ષેત્ર એટલે કે વિશ્વ હિંદુ પરિષદ ના ત્રણેય પ્રાંત (સૌરાષ્ટ્ર પ્રાંત, ઉતર ગુજરાત પ્રાંત તથા દક્ષિણ ગુજરાત પ્રાંત) ના કાર્યકર્તા જોડાયા છે. આ વર્ગના પ્રમુખ તરીકે મુકેશભાઈ ગોર અને પાલક તરીકે ભાવેશભાઈ ઠક્કર માર્ગદર્શન કરી રહ્યાં છે.




Latest News