માળીયા હળવદ હાઇવે રોડ ઉપરથી 6672 બોટલ દારૂ ભરેલ ટ્રક સાથે એક ઝડપાયો, 40.16 લાખનો મુદ્દામાલ કબજે: માલ મોકલાવનાર-મંગાવનાર સહિતનાઓને પકડવા તજવીજ શરૂ ટંકારાના ખાખરા ગામેથી 45 બોટલ દારૂ સાથે એક ઝડપાયો: મોરબીમાંથી દારૂની 7 બોટલ સાથે એક પકડાયો મોરબીમાં આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ: ફૂલછાબ કોલોનીમાં જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા હળવદના રાયસંગપર ગામ પાસે ડબલ સવારી બાઈક સ્લીપ થતા એકનું મોત: એકને ઇજા મોરબીના સાદુળકા ગામ પાસે નવા બનતા કારખાનામાં તોડફોડ કરીને 3.5 લાખનું નુકસાન: 1.75 લાખના કોપર વાયરની ચોરી મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર કાર ચાલકે બાઈકને હડફેટે લેતા હાથ કપાઈ જવાથી આધેડનું મોત મોરબીના ઘુટુ ગામ નજીક કારખાનામાં ગેરકાયદેસર પ્રવેશ કરનારા શખ્સોને રોકનાર સિક્યુરિટી ગાર્ડ ઉપર ધારદાર પતરા વડે જીવલેણ હુમલો, ચાર સામે ફરિયાદ મોરબી શહેર અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના જુદા જુદા બનાવમાં કુલ ત્રણ વ્યક્તિઓના મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની સમરસ ગ્રામ પંચાયતોના સરપંચોનું મંત્રી કિર્તિસિંહ વાઘેલાના હસ્તે કરાયું સન્માન


SHARE













મોરબી જિલ્લાની સમરસ ગ્રામ પંચાયતોના સરપંચોનું મંત્રી કિર્તિસિંહ વાઘેલાના હસ્તે કરાયું સન્માન

રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલબિહારી બાજપાઈના જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબીના ટાઉનહોલ ખાતે મંત્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં સમરસ ગ્રામ પંચાયતના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસની ચાવી અર્પણ કરવામાં આવી હતી

ત્યારે રાજયમંત્રી કિર્તીસિંહ વાઘેલાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે ગામડાઓનો શહેરી વિસ્તાર જેવો વિકાસ થાય અને છેવાડાના નાગરિકને પુરતી પ્રાથમિક સવલતો મળી રહે તેવી રાજય સરકારની નેમ છે. તેમણે વધુમાં ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને શહેરીજનો જેવી જ રસ્તા, વિજળી, ગટર, પાણી, શિક્ષણ અને આરોગ્યની તમામ પ્રકારની આધુનિક માળખાકિય સુવિધાઓ મળતી થયેલ હોવાનું વધુમાં જણાવ્યું હતું.  મોરબી જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) અંતર્ગત વર્ષ ૨૦૧૬-૧૭ તથા ૨૦૧૭-૧૮ના પ્રથમ ફેસમાં ૯૧૧ ના લક્ષ્યાંક સામે ૮૨૯ આવાસોના કામ પર્ણ થયેલ છે અને બાકીના આવાસોનું કામ પ્રગતિમાં છે. વર્ષ ૨૦૧૯-૨૦, ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ના બીજા ફેસમાં ૬૭૦ આવાસોના લક્ષ્યાંક સામે ૨૫૪ આવાસોનું કામ પૂર્ણ થયેલ છે. આમ બંને ફેસના કુલ ૧૫૮૧ ના લક્ષ્યાંક સામે ૧૦૮૩ આવાસોનું કામ પૂર્ણ થતાં જિલ્લામાં ૬૮.૫૦ ટકા કામગીરી થયેલ હોવાનું રાજયમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.

રાજયમંત્રીએ સમરસ ગ્રામ પંચાયત યોજનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલ સમરસ ગ્રામ પંચાયત યોજનાના પરિણામે મોરબી જિલ્લામાં ૭૧ ગ્રામ પંચાયતો સમરસ બનેલ છે તે તમામ અભિનંદનને પાત્ર છે રાજયમંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે આવાસ યોજનાના લાભાર્થીઓને મકાનની ચાવી અને મકાન સહાયના હુકમો એનાયત કરાયા હતાં. તેમજ ૭૧ સમરસ ગ્રામ પંચાયતોના સરપંચઓને રોકડ અનુદાન તથા સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતાં.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સંગીતાબેન ભીમાણી, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાંસદડીયા, ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઇ કૈલા, જિલ્લા પંચાયતના ચેરમેન જયંતિભાઇ પડસુંબિયા, ચેરમેન પ્રવિણભાઇ સોનગ્રા, મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઇ ચીખલીયા, ભાજપના આગેવાન જેઠાભાઇ પારેઘી, તાલુકા પંચાયતના ચેરમેન રાકેશભાઇ કાવર, અશોકભાઇ દેસાઇ તેમજ જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવ સહિતના અધિકારી અને સરપંચો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહયા હતાં.






Latest News