હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ: ૩૦ જૂન સુધી હથિયારબંધી


SHARE





મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ: ૩૦ જૂન સુધી હથિયારબંધી

મોરબી જિલ્લામાં જુદા-જુદા સંવર્ગના સરકારી કર્મચારીઓની વિવિધ માંગો, સામાજિક સંગઠનો તેમજ રાજકીય પક્ષોની સરકાર વિરુદ્ધ જુદા-જુદા પ્રશ્નોની રજૂઆત અન્વયે સમગ્ર જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આવી જ રીતે જિલ્લામાં કોઇ અનિચ્છનીય બનાવ ન પામે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા જાહેરનામુ બહાર પાડીને જીલ્લામાં તા.૩૦-૦૬ સુધી હથિયારબંધી ફરમાવેલ છે.

આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૩૦/૦૬/૨૦૨૬ સુધી સક્ષમ અધિકારીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા પર, કોઇ સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવવામાં આવ્યો છે. આ હુકમ સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિને-સંસ્થાને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિને, લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને, સ્મશાન યાત્રાને, સરકારશ્રીના વિવિધ વિભાગો કે બોર્ડ-નિગમ દ્વારા આયોજીત કાર્યક્રમોને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારી વ્યક્તિ શિક્ષાપાત્ર થશે.

૩૦ જૂન સુધી હથિયારબંધી

મોરબી જિલ્લામાં કોઇ અનિચ્છનીય બનાવ ન પામે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા જાહેરનામુ બહાર પાડીને જીલ્લામાં તા.૩૦-૦૬ સુધી હથિયારબંધી ફરમાવેલ છે. આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા ઉપર મનાઇ છે. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવાની કે ધકેલવાની અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા જેવા કૃત્ય પર પ્રતિબંધ ફરમાવાયો છે. આ જાહેરનામું સરકારી નોકરીમાં કે કામ કરતી વ્યક્તિ કે જેને તેમના ઉચ્ચ અધિકારીએ કોઈપણ હથિયાર લઈ જવાનું ફરમાવ્યું હોય, વૃદ્ધો તથા અશક્તો કે જેઓને લાકડીના ટેકે ચાલવાનું હોય, સક્ષમ સતાધિકારી તરફથી જેને પરવાનગી આપી હોય તેવી વ્યક્તિઓને લાગુ પડશે નહિ.




Latest News