મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો


SHARE







મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો

મોરબીમા મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના વિદ્યાર્થીઓ આજના હાઈટેક યુગમાં સમય સાથે કદમ મિલાવીને શિક્ષણ ક્ષેત્રે જ્વલંત સિદ્ધિ મેળવી રહ્યા છે ત્યારે આ સિદ્ધિને બિરદાવવા તેમજ સમાજની નવી પેઢીને શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે માટે શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા સમરસ ભવન, લીલાપર કેનાલ રોડ મોરબી ખાતે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ–2026નું આયોજન કર્યું હતું જેમાં સંતો-મહંતો, અધિકારી અને આગેવાનો હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

મોરબીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં જગદગુરુ નિર્મોહી પીઠાધીશ્વર અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 કનીરામદાસજી મહારાજ (શ્રી વડવાળા મંદિર, દુધરેજધામ) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત શ્રી મેઘ મંડલેશ્વર રામબાલકદાસજી બાપુના પ્રતિનિધિ તરીકે સુંદરદાસજી બાપુ (કોઠારી, શ્રી વડવાળા મંદિર, દુધઈ) તથા બંસીદાસજી બાપુના પ્રતિનિધિ તરીકે મગનીરામદાસજી બાપુ (કોઠારી, શ્રી આપાગીગાની જગ્યા, મેસરિયા) ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા.

આ તકે સંતોએ રબારી સમાજને સંબોધિત કરતા કહ્યું હતું કે, રબારી સમાજ વર્ષોથી પરંપરાગત રીતે પ્રકૃતિ સાથે આત્મીય નાતો ધરાવે છે. અગાઉ ભલે આ સમાજમાં ઓછું શિક્ષણ હોય તો પણ આ સમાજ સંસ્કાર અને ભવ્ય સંસ્કૃતિથી દેદીપ્યમાન છે. આવા દિવ્ય સંસ્કાર અને સાંસ્કૃતિક વારસામાં હવે સોનામાં સુગંધ ભળે એમ શિક્ષણનો સંગમ થતા રબારી સમાજ શિક્ષણથી સમૃદ્ધ થઈ રહ્યો છે અને હવે એક દાયકાથી શિક્ષણનો વ્યાપ વધ્યો તેમજ સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનો બોર્ડ, યુનિ. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉજ્જવળ સિદ્ધિ મેળવી હોય એ ગૌરવની વાત છે


આ કાર્યક્રમમાં સમાજની આસ્થાના કેન્દ્ર સમાન ભુવા લખમણઆતા (ખાનકોટડા) તથા ભુવા સવાઆતા (અદેપર) પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય માર્ગદર્શક તરીકે શ્રીમતી રેખાબેન દેસાઈઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણ, વ્યક્તિત્વ વિકાસ, સંસ્કાર અને વ્યસનમુક્ત સમાજના નિર્માણ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબીના ડી.વાય.એસ.પી. જે.એમ.આલ, અમદાવાદના નિવૃત્ત ડી.વાય.એસ.પી. આઈ.એન. દેસાઈ તથા મોરબીના એસ.ટી.ઓ. જે.બી. દેસાઈવિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ, કારકિર્દી નિર્માણ અને શાસકીય સેવાઓમાં આગળ વધવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

સમારોહ દરમિયાન ઉચ્ચ ગુણાંક સાથે સફળતા પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર અર્પણ કરી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી વડવાળા યુવા સંગઠનમોરબીના હોદ્દેદારો, કાર્યકરો અને યુવા ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. અને શિક્ષણ, સંસ્કાર અને સંગઠનના ત્રિવેણી સંગમ સમાન આ ભવ્ય સમારોહે રબારી સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે નવી આશા અને નવા આત્મવિશ્વાસનો સંચાર કર્યો છે.






Latest News