મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીની આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા વૃદ્ધને આપ્યું નવજીવન


SHARE









મોરબીની આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા વૃદ્ધને આપ્યું નવજીવન

મોરબીની આયુષ હોસ્પિટલમાં એક 75 વર્ષના વૃદ્ધ દર્દી ઇમરજન્સી વિભાગમાં સંપૂર્ણ બેભાન હાલતમાં આવ્યા હતા, જ્યારે દર્દી ઈમરજન્સી વિભાગમાં આવ્યા ત્યારે ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા તેની તપાસ કરતા જણાયુ હતું કે દર્દીનું ઓક્સિજન લેવલ માત્ર 20 % છે, દર્દીનું બીપી માપી ન શકાય એટલું ઓછુ છે, દર્દીને હ્રદયનો હુમલો આવેલો છે, દર્દીને એસ્પિરેશન ન્યુમોનીયા નામની જીવલેણ અને ગંભીર બીમારી પણ સાથે લાગુ પડેલી છે.

આથી દર્દીની ખૂબજ ગંભીર સ્થિતિને ધ્યાન પર લેતા તેમને તાત્કાલિક વેન્ટિલેટર પર લઇ ડો. સત્યજીતસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તેને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને દર્દીના સચોટ નિદાન અને સારવારના પગલે દર્દીની આટલી ગંભીર બીમારીઓ એક સાથે લાગુ પડેલ હોવા છતા માત્ર 4 દિવસમા દર્દીની હોસ્પિટલમાથી રજા કરવામા આવી છે જેથી દર્દીના સગાઓ દ્વારા, “સાહેબ અમને અમારા બા ની કન્ડિશન જોતા બચવાની કોઇ પણ શકયતા ન હતી લાગતી, આપનો અને આયુષ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર” જેવા લાગણીભર્યા શબ્દો સાથે ડો. સત્યજીતસિંહ જાડેજા અને આયુષ હોસ્પિટલનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો




Latest News