મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

કોરોનાએ છીનવી માતાની છત્રછાયા તો સરકાર બની માવતર: મોરબીની દીકરીને લગ્ન પ્રસંગે મળી બે લાખની આર્થિક સહાય


SHARE







કોરોનાએ છીનવી માતાની છત્રછાયા તો સરકાર બની માવતર: મોરબીની દીકરીને લગ્ન પ્રસંગે મળી બે લાખની આર્થિક સહાય

અનાથ અને નિરાધાર બાળકોના સર્વાંગી વિકાસ, શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે સરકાર હંમેશા કટિબદ્ધ રહી છે. આપત્તિના સમયે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેવા બાળકોના માથે વહાલનો હાથ મૂકીને સરકારે પાલક માતા-પિતા યોજનાઅમલમાં મૂકી છે અને કોરોના કાળ દરમિયાન મુખ્યમંત્રી બાળ સેવા યોજનાજેવી કલ્યાણકારી યોજના અમલી બનાવવામાં આવી હતી. આ યોજનાઓની લાભાર્થી દીકરીઓ જ્યારે લગ્ન સમય નવા જીવનના પ્રથમ પગથિયે પગલું માંડે છે, ત્યારે તેમના લગ્ન પ્રસંગે આર્થિક મુશ્કેલી ન પડે તે માટે સરકાર દ્વારા મુખ્યમંત્રી બાળ સેવા યોજના લગ્ન સહાયહેઠળ રૂ. ૨,૦૦,૦૦૦/- (બે લાખ) ની માતબર નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ મોરબી જિલ્લાની દીકરી દિશાબેન સુરાણીને લગ્ન સમયે આર્થિક ટેકો પૂરો પાડી સરકારે માવતર ની ભૂમિકા ભજવી છે.

મોરબીમાં રહેતા દિશાબેન કિશોરભાઈ સુરાણી જણાવે છે કે, "વૈશ્વિક મહામારી કોરોનાના કપરા કાળમાં મેં મારી માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. તેવા મુશ્કેલ સમયમાં સરકાર સાચો સહારો બનીને અમારી વહારે આવી હતી. મુખ્યમંત્રી બાળ સેવા યોજનાહેઠળ સરકાર દ્વારા મને દર મહિને રૂ. ૨,૦૦૦/- ની માસિક આર્થિક સહાય નિયમિત મળતી થઈ, જેનાથી મારું જીવન સરળ બન્યું." દિશાબેને હર્ષ સાથે ઉમેર્યું કે, "જ્યારે મારા લગ્ન નિર્ધારિત થયા, ત્યારે દીકરીના કન્યાદાન અને લગ્નના ખર્ચને પહોંચી વળવા માટે સરકારના સહયોગથી મને મુખ્યમંત્રી બાળ સેવા યોજના લગ્ન સહાયઅન્વયે એકસાથે રૂ. ૨ લાખની સહાય રકમ સીધી મારા ખાતામાં મળી હતી. લગ્નના આ મંગલ પ્રસંગે આ રકમ મારા પરિવાર માટે ખૂબ જ ઉપયોગી અને આશીર્વાદરૂપ સાબિત થઈ છે. મારી ચિંતા હળવી કરવા બદલ હું હૃદયપૂર્વક સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે સરકારના આ આર્થિક પીઠબળને કારણે મારું લગ્નજીવન ખૂબ જ સુખ અને આનંદથી ચાલી રહ્યું છે." કોરોના મહામારી જેવી કપરી આપત્તિમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર અનાથ બાળકો માટે સરકાર ખરા અર્થમાં 'માવતર' સાબિત થઈ છે. મોરબીની દીકરી દિશાબેનને સમયસર મળેલી માસિક આર્થિક સહાય અને લગ્ન પ્રસંગે મળેલી રૂ. ૨ લાખની સહાય સમાન રકમ એ વાતની સાબિતી છે કે સંવેદનશીલ સરકાર છેવાડાના નાગરિકની પડખે હંમેશા ઊભી છે. કલ્યાણકારી યોજનાઓના આવા સફળ અમલીકરણથી સમાજની વંચિત દીકરીઓ આત્મનિર્ભર બની સન્માનભેર નવું જીવન શરૂ કરી આગળ વધી રહી છે.






Latest News