નર્મદાની માળિયા બ્રાન્ચ કેનાલ કરી કટ !: માળિયા (મી) તાલુકાના ખેડૂતોને સિંચાઈના પાણીની ઝંખના, ઉપરવાસમાં પાણીનો બેફામ બગાડ, તંત્ર મૌન ?
SHARE
નર્મદાની માળિયા બ્રાન્ચ કેનાલ કરી કટ !: માળિયા (મી) તાલુકાના ખેડૂતોને સિંચાઈના પાણીની ઝંખના, ઉપરવાસમાં પાણીનો બેફામ બગાડ, તંત્ર મૌન ?
મોરબી જિલ્લામાં આવતી નર્મદાની માળિયા બ્રાન્ચ કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે પરંતુ અફસોસની વાત એ છે કે દર વર્ષે જે રીતે છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં કેનાલમાંથી સિંચાઈ માટેનું પાણી મળતું નથી તેવો જ ઘાટ આ વર્ષે પણ જોવા મળી રહ્યો છે માળિયા તાલુકાના જુદા જુદા આઠ જેટલા ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી નર્મદાની બ્રાન્ચ કેનાલમાં કોરી કટ પડી હોય આગોતરું વાવેતર કરીને બેઠેલા ખેડૂતો તથા આગોતરું વાવેતર કરવા માટેનું આયોજન કરતા ખેડૂતો હાલમાં મૂંઝવણમાં મુકાઈ ગયા છે
સામાન્ય રીતે ખેડૂતો દ્વારા ચોમાસુ આવે તે પહેલા ઉનાળાના છેલ્લા દિવસોમાં પોતાના ખેતરની અંદર જુદા જુદા પાકોનું આગોતરું વાવેતર કરવામાં આવતું હોય છે અને તેના માટે સ્થાનિક જળાશયો અથવા તો કેનાલ મારફતે જે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળતું હોય છે તેનો ઉપયોગ કરીને ખેડૂતો વરસાદ ન આવે ત્યાં સુધી પોતાના ખેતરની અંદર પાકને જીવંત રાખતા હોય છે જોકે મોરબી જિલ્લાના માળિયા તાલુકાની વાત કરીએ તો માળિયા તાલુકામાં નર્મદાની માળિયા બ્રાન્ચ કેનાલ આવે છે અને વર્ષ 2001 થી આ કેનાલને કાર્યરત કરવામાં આવી છે પરંતુ છેલ્લા 25 વર્ષથી દર વર્ષે જ્યારે ખેડૂતોને સિંચાઈ માટેના પાણીની જરૂરિયાત હોય છે ત્યારે આ કેનાલમાંથી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળતું નથી અને જ્યારે વરસાદ થઈ જાય ત્યારે પછી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળે છે આમ આ કેનાલ બનાવવા માટેનો હેતુ સાર્થક થતો ન હોય તેવું જોવા મળી રહ્યું છે તેવી માહિતી વિશાળનગરના ઉપસરપંચ મુન્નાભાઈ ઉઘરેજાએ આપી હતી
વધુમાં સુલતાનપુરના રહેવાસી ભાવેશભાઈ વિડજાએ જણાવ્યું હતું કે, આ વર્ષે પણ ખેડૂતોને કેનાલમાંથી સિંચાઈ માટેનું પાણી મળે તે માટે સરકાર દ્વારા ઉપરથી નર્મદાની માળિયા બ્રાન્ચ કેનાલની અંદર પાણી છોડવામાં આવ્યું છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેડૂતો દ્વારા કેનાલમાંથી પાણીનો ઉપાડ કરી લેવામાં આવે છે તેમજ જુદી જુદી જગ્યા ઉપર આવેલ કેનાલના ગેટ ખોલીને તેમજ બકનળી મૂકીને પાણીનો વેડફાટ થતો હોય તેવું અનેક જગ્યાએ જોવા મળે છે પરંતુ જવાબદાર અધિકારીઓની બેદરકારીના કારણે એક બાજુ ખેડૂતો પાણીને ઝંખતા હોય છે અને બીજી બાજુ પાણીનો વેડફાટ થતો હોય છે માળીયા તાલુકાના સુલતાનપુર, વિશાલનગર, ખીરઈ સહિતના કુલ આઠ જેટલા ગામના ખેડૂતોને માળીયા બ્રાન્ચ કેનાલમાંથી સિંચાઈ માટેનું પાણી મળતું હોય છે ઉલેખનીય છે કે, થોડા દિવસો પહેલા માત્ર ગણતરીની કલાકો પૂરતું ખીરઈ સુધી કેનાલમાં પાણી પહોંચી ગયું હતું પરંતુ ત્યારબાદ કેનાલ કોરી કટ થઈ ગઈ છે
હાલમાં સ્થાનિક ખેડૂત અલ્પેશભાઇ વિડજાe જણાવ્યું હતું કે, ખેડૂતોને કેનાલમાંથી સિંચાઈ માટેનું પાણી મળતું નથી જેથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે કારણ કે કેટલાક ખેડૂતોએ ચોમાસાને ધ્યાનમાં રાખીને પોતાના ખેતરોમાં કેનાલના આધારે આગોતરા વાવેતર કરી લીધા છે પરંતુ હાલમાં કેનાલમાંથી સિંચાઈ માટેનું પાણી મળતું નથી અને અમુક ખેડૂતોએ પોતાના ખેતરો ખેડીને રાખ્યા છે અને જો કેનાલમાં પાણી આવે તો તેઓ પોતાના ખેતરની અંદર આગોતરું વાવેતર કરે તેવી મીટ માંડીને બેઠા છે પરંતુ અધિકારીઓ અને તંત્રની ઘોર બેદરકારીને કારણે ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી અને ખેડૂતો દ્વારા જે રીતે ખાનગી કંપનીઓને વીજપોલ ઉભા કરવા માટે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે છે તેવી જ રીતે પોલીસ પ્રોડક્શન સાથે ખેડૂતોને સિંચાઈ માટેનું કેનાલમાંથી પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે