મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે સ્કોર્પિયોના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રને ગંભીર ઇજા


SHARE









મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે સ્કોર્પિયોના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રને ગંભીર ઇજા

મોરબીના ઝીકિયારી ગામે રહેતા વૃદ્ધ તેના દીકરાની સાથે કોર્ટની મુદ્દત હોવાથી મોરબી આવ્યા હતા અને ત્યાંથી તેઓ બાઈકમાં પરત પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં નીચી માંડલ અને વાંકડા ગામ વચ્ચે કેનાલ નજીક સ્કોર્પિયો ગાડીના ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લેતા પિતા પુત્રને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેઓને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવ સંદર્ભે હાલમાં વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

 

મોરબી તાલુકાના ઝીકિયારી ગામે રહેતા પ્રાણજીવનભાઈ ત્રિભોવનભાઈ બાવરવા (65)એ અજાણી સ્કોર્પિયો ગાડીના ચાલક સામે મોરબી તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓ તથા તેમનો દીકરો મેહુલભાઈ બંને બાઈક નંબર જીજે 3 ડીએચ 5109 લઈને મોરબી કોર્ટની મુદ્દે આવ્યા હતા અને મુદત પૂરી કરીને તેઓ પરત પોતાના ઘર તરફ જતા હતા ત્યારે નીચી માંડલ ગામથી વાંકડા ગામ તરફ જવાના રસ્તા ઉપર અજાણી સ્કોર્પિયો ગાડીના ચાલકે ફરિયાદીના દીકરા મેહુલભાઈના બાઈકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીને ડાબા હાથના કાંડામાં ફ્રેક્ચર, જમણા હાથ અને કમરના ભાગે મુંઢ ઈજાઓ તથા જમણી આંખની નીચેના ભાગમાં અને શરીરે ઇજાઓ કરી હતી જ્યારે ફરિયાદીના દીકરા મેહુલભાઈને ડાબા હાથના ખભાના ભાગે ફેક્ચર અને જમણા પગમાં ઘૂંટણના ભાગે અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને અકસ્માતના બનાવવા બાદ સ્કોર્પિયો ગાડીનો ચાલક પોલીસ સ્ટેશનને જાણ કર્યા વગર પોતાનું વાહન લઈને નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે હાલમાં વૃદ્ધે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News