હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં વધુ 2 આરોપી ની ધરપકડ 


SHARE









મોરબી નજીક કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં વધુ 2 આરોપી ની ધરપકડ 

મોરબીના પીપળી ગામ પાસે આવેલ કારખાનામાંથી કોપર તથા એલ્યુમિનિયમ વાયરની ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે થોડા દિવસો પહેલા 3 આરોપીની ધરપકડ કરી હતી ત્યાર બાદ આ ગુનામાં પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીમાં આવેલ અક્ષરધામ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 9 માં રહેતા યશભાઈ ત્રિભુવનભાઈ સનાવડા (30)એ અજાણ્યા શખ્સોની સામે ચોરીની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, મોરબી નજીકના પીપળી ગામ પાસે તેઓનું ભાગીદારીમાં કારખાનું આવેલું છે અને ત્યાં ગોડાઉન પણ છે દરમ્યાન મોડી રાતના સમયે ચારેક અજાણ્યા શખ્સોએ કારખાનાની દિવાલ કૂદીને અંદર પ્રવેશ કર્યો હતો અને જુદીજુદી મશીનરીમાં વપરાતા કોપર તથા એલ્યુમિનિયમ ફાઇબરનો કોટિંગ વાયરની ચોરી કરી હતી જેથી 1,75,000 ના મુદામાલની ચોરીની કારખાનેદાર દ્વારા નોંધાવવામાં આવી હતી જેથી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી

આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસ તપાસ કરી રહી હતી તેવામાં સાપર ગામના પાટીયા પાસે ગાળા ગામ તરફ જવાના રસ્તા ઉપર ભંગારના ડેલામાંથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ મળી આવેલ હતો જેથી કરીને પોલીસે આ ગુનામાં પહેલા આરોપી વિકાસભાઈ અનિલભાઈ લોરીયા, સાગરભાઇ મેરામભાઇ સોલંકી અને ઈશ્વર ગોપીલાલ ગુર્જર ની ધરપકડ કરીને તેઓની પાસેથી બોલેરો ગાડી નંબર જીજે 36 ટી 7013 આમ કુલ મળીને 1,97,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આગળની કાર્યવાહી કરી હતી અને આ ગુનામાં બે આરોપીને પકડવાના બાકી હતા જે બંને આરોપીને હાલમાં પકડી લેવામાં આવેલ છે જેમાં રવિભાઈ લાખાભાઈ સોલંકી (27) રહે. કાંતિનગર મોરબી અને સચિનભાઈ લાખાભાઈ સોલંકી (21) રહે, મેઘપર વાળાનો સમાવેશ થાય છે અને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મહિલા સારવારમાં

ટંકારાના જીવાપર ગામે રહેતા સીબરીબાઈ સુરપાલભાઈ ભીલ (28) નામની મહિલાને ઝેરી અસર થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ ટાંકરા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરી હતી અને વધુમાં મહિલાના પતિ પાસેથી મળતી માહિતી મુજબ મહિલાના હાથ ઉપર કપાસમાં છાંટવાની દવા ઢોળાયેલ હતી જેથી તેને ઝેરી અસર થવાથી સારવાર માટે લઈને આવ્યા હતા

યુવાન સારવારમાં

વાંકાનેર તાલુકાના વરડુસર ગામે રહેતા જીગ્નેશ દેવરાજભાઈ શેતાનિયા (30) નામનો યુવાન ખેતરે હતો ત્યારે ત્યાં ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવાની પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News