મોરબીના મહેન્દ્રનગર ગામે જાત જલાવી લેનાર દીકરીનું મોત, પરિણીતા સારવારમાં
મોરબી જિલ્લામાં વધુ ત્રણ કોરોના પોઝિટિવ: ૨૭ એક્ટિવ કેસ થયા
SHARE
મોરબી જિલ્લામાં વધુ ત્રણ કોરોના પોઝિટિવ: ૨૭ એક્ટિવ કેસ થયા
મોરબી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે ત્યારે આજે પણ કોરોનાના ટેસ્ટિંગ માટે જે સેમ્પલ લેવામાં આવેલ હતા તેમાથી નવા ત્રણ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેથી આજની તારીખે મોરબી જીલ્લામા કોરોનાના ૨૭ એક્ટિવ કેસ થયા છે
ટંકારા તાલુકાની નાલંદા વિધાલયમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી ૧૬ વર્ષની વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવેલ હતો જેથી કરીને નાલંદા વિદ્યાલયની અંદરથી ૧૩૦ જેટલા વિદ્યાર્થીઓના કોરોનાના ટોસ્ટીંગ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં અડધા રિપોર્ટ ગઇકાલે આવ્યા હતા અને અડધાના રિપોર્ટ આજે આવવાના હતા જો કે, આજે મોરબી જીલ્લામાં કોરોનાના નવા ત્રણ પોઝિટિવ કેસ સામે આવેલ છે જેની કોઈપણ પ્રકારની રાબેતા મુજબ માહિતી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી નથી ત્યારે આ ત્રણેય કેસ કોઈ સ્કૂલના વિદ્યાર્થીના છે કે, પછી અગાઉ કોરોના આવેલ હોય તેના સંપર્કમાં આવેલા લોકોના છે તેની માહિતી કીજૈ સુધી પહોચી શકે તેમ નથ