મોરબીની નવયુગ વિદ્યાલયમાં વધુ બે વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ
SHARE
મોરબી જિલ્લામાં વધુ બે વિદ્યાર્થી સહિત ત્રણ નવા કોરોના પોઝિટિવ કેસ
મોરબી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે ત્યારે ગઇકાલે પણ કોરોનાના ટેસ્ટિંગ માટે જે સેમ્પલ લેવામાં આવેલ હતા તેમાથી નવા ત્રણ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે તેમાં બે વિદ્યાર્થી હોવાનું મોરબી જીલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યુ છે
મોરબી જિલ્લાના આવેલ ટંકારા તાલુકાની નાલંદા વિધાલયમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી ૧૬ વર્ષની વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવેલ હતો જેથી કરીને નાલંદા વિદ્યાલયની અંદરથી ૧૩૦ જેટલા વિદ્યાર્થીઓના કોરોનાના ટોસ્ટીંગ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી નવો એક પણ કોરોના પોઝિટિવ કેસ સામે આવેલ નથી જો કે, ગઇકાલે મોરબી જીલ્લામાં કોરોનાના નવા ત્રણ પોઝિટિવ કેસ સામે આવેલ છે જેની મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવ્યુ છે કે, જે ત્રણ કોરોના પોઝિટિવ કેસ સામે આવેલ છે તેમાં બે નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ છે અને અન્ય એક વ્યક્તિને પણ કોરોનાનો પોઝિટિવ કેસ આવેલ છે