મોરબીના રફાળેશ્વર પાસે ડેમું ટ્રેન હેઠળ કપાઈ જવાથી અજાણ્યા યુવાનનું મોત
મોરબી નજીક શક્તિ ચેમ્બર પાસે રીક્ષામાંથી નીચે ઉતરતા યુવાનને બાઇક ચાલકે હડફેટે લેતા મોત
SHARE
મોરબી નજીક શક્તિ ચેમ્બર પાસે રીક્ષામાંથી નીચે ઉતરતા યુવાનને બાઇક ચાલકે હડફેટે લેતા મોત
મોરબી વાંકાનેર હાઈવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર પાસે રીક્ષામાંથી નીચે ઊતરી રહેલા યુવાનને પાછળથી આવી રહેલા બાઈકચાલકે અડફેટે લીધો હતો જેથી કરીને તેને માથા અને કપાળમાં તેમજ શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને બાઇક ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી નાસી ગયો હોવાથી હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા બાઇક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડિયા ગામે શક્તિપરા પંચાયત પાસે રહેતા રમેશભાઈ ગોરધનભાઈ ડઢૈયા જાતે કોળી (ઉ.૩૪) એ હાલમાં અજાણ્યા બાઇક ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ નાનાભાઈ મનોજભાઈ ગોરધનભાઈ ડઢૈયા જાતે કોળી (ઉ.૨૮) પોતે મજૂરીકામ કરતો હોય ઘરેથી શક્તિ ચેમ્બર પાસે ગયો હતો અને રિક્ષામાંથી તે નીચે ઊતરી રહ્યો હતો ત્યારે પાછળથી આવી રહેલા અજાણ્યા બાઇક ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી મનોજભાઈ ગોરધનભાઈને માથા અને કપાળના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી અને સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માત સર્જીને અજાણ્યો બાઇક ચાલક પોતાનું બાઇક લઇને ઘટના સ્થળેથી નાસી ગયો હતો જેથી હાલમાં રમેશભાઈ ગોરધનભાઈ ડઢૈયાએ અજાણ્યા બાઇક ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક મનોજભાઈને બે દીકરા અને એક દીકરી હોય અકસ્માતના આ બનાવના કારણે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે